શંકર ચૌધરીએ ડેરી પડાવી લીધી છતાં પરથી ભટોળનું નશીબ ખીલ્યું

અટલ સમાચાર, ગિરીશ જોશી બનાસકાંઠા સહકારી આલમના આગેવાન પરથી ભટોળ અગાઉ દૂધ સંઘના ચેરમેન હતા. જોકે રાજકીય ખેંચતાણને પગલે પૂર્વ મંત્રી શંકર ચૌધરીએ ડેરીનું સુકાન પડાવી લીધું હતું. આથી પરથી ભટોળનો રાજકીય અસ્ત થયાનું માનવામાં આવતું હતું. જોકે નસીબના જોરે હવે ફરી એકવાર પરથી ભટોળનો રાજકીય ઉદય થયો છે. પરથી ભટોળને બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર કરવા
 
શંકર ચૌધરીએ ડેરી પડાવી લીધી છતાં પરથી ભટોળનું નશીબ ખીલ્યું

અટલ સમાચાર, ગિરીશ જોશી

બનાસકાંઠા સહકારી આલમના આગેવાન પરથી ભટોળ અગાઉ દૂધ સંઘના ચેરમેન હતા. જોકે રાજકીય ખેંચતાણને પગલે પૂર્વ મંત્રી શંકર ચૌધરીએ ડેરીનું સુકાન પડાવી લીધું હતું. આથી પરથી ભટોળનો રાજકીય અસ્ત થયાનું માનવામાં આવતું હતું. જોકે નસીબના જોરે હવે ફરી એકવાર પરથી ભટોળનો રાજકીય ઉદય થયો છે.

પરથી ભટોળને બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર કરવા અને થવા બાબતે જાતિવાદી સમીકરણ સાથે નસીબનો ખેલ હોવાનું મનાય છે. ભાજપના આગેવાન શંકર ચૌધરીએ પરથી ભટોળને બનાસ દૂધ સંઘમાંથી આઉટ કર્યા હતા. આ પછી પરથી ભટોળ પાસે બહુ મોટી રાજકીય સત્તા રહી ન હતી. આથી વળતા પાણી થતાં હોવાનું મનાતું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે પરથી ભટોળ થોડા અંશે અગાઉ ભાજપની વિચારસરણીને માનતા હતા. શંકર ચૌધરીની રાજકીય ચાલનો શિકાર બન્યા બાદ કોંગ્રેસે લોકસભાના ઉમેદવાર બનાવી માસ્ટર સ્ટ્રોક માર્યો છે. આવી સ્થિતિમાં ફરીથી પરથી ભટોળનો રાજકીય દબદબો સામે આવ્યો છે.

બનાસકાંઠા લોકસભા બેઠકમાં સામાજિક સમીકરણો દ્વારા થતું મતદાન અને વ્યક્તિગત રીતે ભાજપ- કોંગ્રેસના ઉમેદવાર જોઈ થતાં મતદાનમાં ફેરફાર આવવાની સંભાવના છે. જેનાથી પરથી ભટોળ અને પરબત પટેલ એકબીજાને જોરદાર ટક્કર આપશે.