આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પ્રચંડ પ્રચારમાં વ્યસ્ત બન્યા છે. જેમાં બોલવાના મુદ્દા અને પરિસ્થિતિ વચ્ચે પરથી બાફયુ છે. અંબાજી મંદિરમાં દર્શન બાદ એક ચર્ચામાં કોંગ્રેસનાં શાસનથી જનતા કંટાળી હોવાનો ઉચ્ચાર કરતાં ભાજપ ગેલમાં આવી ગઈ છે.

બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર પરથી ભટોળ સોમવારે માં અંબાના દર્શન કરવા ગયા હતા. આ પછી પત્રકારો સાથેની જ ચર્ચામાં ભાંગરો વાટયો હતો. જેને પગલે ઠેર ઠેર હાંસીપાત્ર બની રહ્યા છે.

પરથી ભટોળે જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનથી જનતા કંટાળી ગઈ છે. આથી વાતાવરણમાં સન્નાટો વ્યાપી ગયો હતો. જોકે ગણતરીની સેકન્ડમાં ભૂલનું ભાન થયું હતું. આ પછી સોરી કહીને ભાજપ સરકારની નિતિઓથી પ્રજા કંટાળી હોવાનું કહેવું પડ્યું હતું.

આવી સ્થિતિમાં ભાજપને જાણે સામે ચાલીને કોંગ્રેસે ચુંટણી મુદ્દો આપી દીધો છે. ભાજપના આગેવાનો પરથી ભટોળની વાત સાચી હોવાનું કહી કોંગ્રેસને ચેલેન્જ આપી રહ્યા છે.

 

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code