પાટડી: મનરેગામાં 8 વ્યક્તિઓને મજુર બતાવી 52 હજારની કટકી !

અટલ સમાચાર, સુરેન્દ્રનગર પાટડી તાલુકામાં મનરેગાનું સામૂહિક અને ચોક્કસ રણનીતિનું કથિત કૌભાંડ સામે આવ્યું છે. તાલુકાના ગામમાં આંગણવાડીનું કામ મનરેગા હેઠળ કરી આઠ વ્યક્તિઓને કાગળ ઉપર 52હજાર ચૂકવી કટકી કરવામાં આવી છે. હકીકતે જોબકાર્ડ ધારકોને બદલે કોન્ટ્રાક્ટરના મજૂરોએ કામ કર્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના સુરેલ ગામે ગ્રામ વિકાસ એજન્સીના સત્તાધીશોના નાક નીચે રૂપિયા 52380ની
 
પાટડી: મનરેગામાં 8 વ્યક્તિઓને મજુર બતાવી 52 હજારની કટકી !

અટલ સમાચાર, સુરેન્દ્રનગર

પાટડી તાલુકામાં મનરેગાનું સામૂહિક અને ચોક્કસ રણનીતિનું કથિત કૌભાંડ સામે આવ્યું છે. તાલુકાના ગામમાં આંગણવાડીનું કામ મનરેગા હેઠળ કરી આઠ વ્યક્તિઓને કાગળ ઉપર 52હજાર ચૂકવી કટકી કરવામાં આવી છે. હકીકતે જોબકાર્ડ ધારકોને બદલે કોન્ટ્રાક્ટરના મજૂરોએ કામ કર્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના સુરેલ ગામે  ગ્રામ વિકાસ એજન્સીના સત્તાધીશોના નાક નીચે રૂપિયા 52380ની કટકી થઈ ગઈ છે. ગામમાં કેટલાક દિવસો અગાઉ મનરેગા હેઠળ આંગણવાડી બનાવવામાં આવી હતી. જેમાં મટીરીયલ પૂરું પાડનાર કોન્ટ્રાક્ટરના લેબરોએ આંગણવાડીમાં શ્રમ કર્યો હતો.

આ તરફ કાગળ ઉપર અને ઓનલાઈન ડેટામાં ગામના 8 વ્યક્તિઓએ 270 દિવસની મજૂરી કરી હોવાનું બતાવી દીધું છે. બે મહિલા અને છ પુરુષ સહિતનાએ જોબકાર્ડ ધારક તરીકે રોજગારી ન મેળવી હોવા છતાં કાગળ ઉપર બતાવી એક એક પરિવારને પાંચ હજારથી વધુ ચુકવણું કરી કૌભાંડ કર્યું છે.

સમગ્ર મામલે નિયામક અને ટીડીઓએ જણાવ્યું હતું કે તપાસ કર્યા બાદ હકીકતલક્ષી બાબત સામે આવે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે