આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, પાટણ

કોરોના વાયરસ સામે લડવા અને તેના સંક્રમણથી બચવા સામાજીક અંતર સહિતની તકેદારી સાથે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે રોગપ્રતિકારક શક્તિમાં વધારો. વિશ્વભરમાં ખ્યાતી પામેલી ભારતની સૌથી જૂની ઉપચાર પદ્ધતિ આયુર્વેદને મહત્વ આપી કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય દ્વારા સુચિત આયુર્વેદિક ઉકાળા ઉપરાંત હોમિયોપેથી દવા દ્વારા રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કોરોના વાયરસના સંક્રમણના જોખમને ઘટાડે છે.

અપૂરતી તકેદારી અને રૂબરૂ સંપર્કના કારણે ઝડપથી ફેલાઈ રહેલા નોવેલ કોરોના વાયરસના જોખમને ટાળવા શારીરિક સ્વાસ્થ્ય પર ભાર મૂકી પાટણ જિલ્લાના નાગરીકોના આરોગ્યની દરકાર કરી જિલ્લા કલેક્ટર આનંદ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખના માર્ગદર્શન હેઠળ ૧.૦૬ લાખથી વધુ લોકોને આયુર્વેદિક ઉકાળા અને ૩૧ હજારથી વધુ લોકોને હોમિયોપેથી દવાનું વિતરણ કરવામાં આવ્યું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખે જણાવ્યું કે, ઝડપી સંક્રમિત થતા કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા અને તેની સામે રક્ષણ મળે તે માટે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની આયુર્વેદ શાખા દ્વારા નાગરીકોને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરતી દવા અને ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિ કાબુમાં રહે તે માટે જાહેર આરોગ્યને લગતા તમામ પ્રયત્નો કરવા જિલ્લા વહિવટી તંત્ર કટીબદ્ધ છે.

પાટણ જિલ્લાની આયુર્વેદ શાખા દ્વારા જિલ્લા પંચાયત હસ્તકના ૧૯ આયુર્વેદ દવાખાના તેમજ ૬ હોમિયોપેથી દવાખાના દ્વારા આયુર્વેદિક અમૃતપેય અને હોમિયોપેથી દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગત તા.૭ માર્ચથી શરૂ કરવામાં આવેલી ઉકાળા વિતરણની વ્યવસ્થાનો અત્યાર સુધીમાં જિલ્લાના ૧,૦૬,૩૩૯ લોકોએ લાભ લીધો છે. જ્યારે ૩૧,૩૨૯ લોકોને આર્સેનિક આલ્બમ ૩૦ નામની હોમિયોપેથી દવાનું વિતરણ કરવામાં આવ્યું છે.

જિલ્લાના કોરોના હોટસ્પોટ વિસ્તારોમાં ઉકાળા ઉપરાંત સંશમની વટીનું ડૉર ટુ ડૉર વિતરણ કરવામાં આવ્યું. આયુષ કચેરી, ગાંધીનગર દ્વારા રોગ પ્રતિકારક શક્તિવર્ધક દવા માટે પ્રસિદ્ધ કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ ગત તા.૧૩ એપ્રિલથી કોરોન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવેલ વ્યક્તિઓને પણ તેમની સંમતિ મેળવી આયુર્વેદિક અને હોમિયોપેથી દવા આપવામાં આવે છે.

જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સી.એચ.સી. પર ચાલતી ફ્લુ ઓ.પી.ડી. અને અન્ય સારવાર માટે આવતા લોકોને ઉકાળો બનાવી પીવડાવવાનું આયોજન પણ જિલ્લા પંચાયતના આયુર્વેદ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. હાલ જિલ્લાના તમામ આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાખાનામાં ઉકાળા અને આર્સેનિક આલ્બમ ૩૦ દવા ઉપલબ્ધ છે જેનો નાગરીકોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code