પાટણઃ BPL કાર્ડધારકોને રૂ.50 લેખે 1 લીટર કપાસિયા તેલનું વિતરણ કરાશે

અટલ સમાચાર, પાટણ આગામી ઓગષ્ટ માસમાં આવનારા તહેવારોને ધ્યાને લઈ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા કપાસીયા રીફાઈન્ડ તેલનું વિતરણ કરવામાં આવશે. પાટણ જિલ્લામાં તા.16 જુલાઈ 2020ની સ્થિતીએ નોંધાયેલા અંત્યોદય તથા બી.પી.એલ કાર્ડધારકોને કાર્ડ દીઠ એક લીટર કપાસીયા તેલ રૂ.૫૦/-ના ભાવથી આપવામાં આવશે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો ઓગષ્ટ માસ દરમ્યાન પંડિત દિન
 
પાટણઃ BPL કાર્ડધારકોને રૂ.50 લેખે 1 લીટર કપાસિયા તેલનું વિતરણ કરાશે

અટલ સમાચાર, પાટણ

આગામી ઓગષ્ટ માસમાં આવનારા તહેવારોને ધ્યાને લઈ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા કપાસીયા રીફાઈન્ડ તેલનું વિતરણ કરવામાં આવશે. પાટણ જિલ્લામાં તા.16 જુલાઈ 2020ની સ્થિતીએ નોંધાયેલા અંત્યોદય તથા બી.પી.એલ કાર્ડધારકોને કાર્ડ દીઠ એક લીટર કપાસીયા તેલ રૂ.૫૦/-ના ભાવથી આપવામાં આવશે.

  અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઓગષ્ટ માસ દરમ્યાન પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર એટલે કે વાજબી ભાવની દુકાન પરથી કરવામાં આવનાર તેલ વિતરણનો 23,240 અંત્યોદય કાર્ડ તથા 85,615 બી.પી.એલ. કાર્ડ મળી કુલ 1,08,855 જેટલા કાર્ડધારક પરિવારોને લાભ મળશે. આ માટે સબંધિત મામલતદારઓ દ્વારા તાલુકાવાર જથ્થો પંડિત દિન દયાળ ગ્રાહક ભંડારના દુકાનદારોને ફાળવી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અંત્યોદય તથા બી.પી.એલ કાર્ડધારકોને કાર્ડ દીઠ છૂટક એક લીટરના પાઉચ પ્રમાણે કપાસીયા તેલનું વિતરણ કરવામાં આવશે.