આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ

રાજયમાં વધતી જતી દારૂની હેરાફેરી અને ડીઝલ ચોરી મામલે પોલીસ કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. પાટણ જીલ્લા પોલીસ અધિક્ષક પાટણ શોભા ભુતડાએ જીલ્લામાં નેશનલ હાઇવે ઉપર આવેલ હોટલો ઉપર વોચ રાખી રાત્રિના સમયે હોટલો ઉપર થતી ગે.કા. પ્રવૃતી રોકવા સુચના કરી હતી. જે આધારે પોલીસ.સબ.ઈન્સ વાય.કે.ઝાલાએ સુચના કરેલ હોઇ તા.૧૫,૧૬/૦૫/૨૦૧૯ની રાત્રિના સમયે પો.સબ.ઇન્સ. વાય.કે.ઝાલા, અ.હેડ.કોન્સ.અમિતસિંહ માનસિંહ, અ.હેડ.કોન્સ હીતેશકુમાર વીરાભાઈ, અ.પો.કોન્સ. વિનોદકુમાર પુનાભાઈ, અ.પો.કોન્સ. જીતેંદ્રકુમાર ગોવિંદભાઈ, અ.પો.કોન્સ. નવાઝશરીફ ગુલામરસુલભાઈએ રીતેના એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો સાંતલપુર પો.સ્ટે. વિસ્તારમાં મીલ્કત સંબધીત ગુન્હા લગત પેટ્રોલીંગમા હતા.

આ દરમ્યાન પો.સબ.ઇન્સ. વાય.કે.ઝાલાને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, સાંતલપુર થી કચ્છ ભુજ તરફ જતા નેશનલ હાઈવે ઉપર આવેલા ગરામડી ગામના પાટીયા નજીક આવેલ ગૂરૂ અમરદાસ ખાલશા હોટલ પાણીની ટાંકી સામે રાઠોડ વીપુલભાઈ ખોડાભાઈની ટાયર પંચરનુ કેબીન આવેલ હોઈ અને તે કેબીનની પાછળ ના ભાગે ઈસમ છળકપટથી ડીઝલ મેળવી ડીઝલનો જથ્થો કેબીનની પાછળના ભાગે રાખેલ છે.

પોલીસે પંચો સાથે સદર જગ્યાએ રેઇડ કરી રાઠોડ વીપુલભાઈ ખોડાભાઈ રહે મુળ છાણવા તા.રાપર જી.કચ્છ-ભુજ વાળાને ડિઝલ ભરેલ ૨૦ લીટરના કેરબા નંગ -૮ તથા ૧ (એક) મોટો ૪૦ લીટરનો કેરબામાંનો કુલ ડીઝલ જોતા આશરે ૨૦૦ લીટર હોઈ જે એક લીટર ડીઝલની કીમત રૂપિયા આશરે ૬૮ની ગણાય એમ કુલ ૨૦૦ લીટર ડીઝલની કીમત રૂપિયા ૧૩૬૦૦ની ગણાય તથા નાળચુ, માપીયુ અને ટોટી કીમત રૂપિયા ૦૦/૦૦ની ગણાય જે ઉપરોક્ત તમામ મુદ્દામાલ મળી આવેલ હોઇ સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરેલ છે.

સમગ્ર બનાવમાં પોલીસે રાઠોડ વીપુલભાઈ ખોડાભાઈ રહે મુળ છાણવા તા.રાપર જી.કચ્છ-ભુજ વાળાને સી.આર.પી.સી કલમ ૪૧(૧)ડી મુજબ અટકાયત કરી બનેલ કાગળો તથા મુદ્દામાલ સાથે સદર ઇસમને આગળની કાર્યવાહી કરવા સારૂ સાંતલપુર પોલીસ સ્ટેશનમાં આગળની ઘટતી કાર્યવાહી કરવા સોંપેલ છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code