આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

પ્રિયકાન્ત શ્રીમાળી,પાટણ

ધો.૯માં ભણતા આયુષે મલેશિયા ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં કરતબ બતાવ્યું

 

એક એવું હ્યુમન કોમ્પ્યુટર કે જે માત્ર ૮ મીનીટમાં ૨૦૦ ગણિતના અઘરા દાખલાઓ ચુટકી વગાડતા જ ગણી લે છે. માન્યામાં ન આવે તેવી વાત છે,પરંતુ આ વાત સાચી છે. પાટણમાં છે આ હ્યુમન કોમ્પ્યુટર કે તેને ગણિતનો કોઈ પણ દાખલો પૂછો કે તરત તેના મોઢે જવાબ હાજર હોય છે. પાટણ માં રહેતો ૧૪ વર્ષનો આયુષ કે જેને તાજેતરમાં મલેશિયા ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય વૈદિક ગણિત સ્પર્ધામાં રાજ્ય કે દેશ નહિ પણ વિશ્વના ૧૦૦ દેશોમાંથી ભાગ લેનાર વિદ્યાર્થીઓમાં અવ્વલ નંબર પ્રાપ્ત કરી પાટણને ગર્વ અપાવ્યો છે.ગણિત વિષયનું નામ પડે એટલે ભલભલો માણસ ગોથે ચડી જાય. તમને કોઈ સરવાળો કે બાદબાકી કરવાનું પૂછે તો તમે તરત મોબાઈલમાં કેલ્કયુલેટર ખોલશો. કોઈ કરિયાણાની દુકાને વસ્તુઓના પૈસા આપતી વેળાએ ટોટલ મારવાની માથાકુટમાં પડ્યા વગર દુકાનદારે કરેલ હિસાબ ઓકે કરીને નીકળી જશો. ગણિતના ૨૦૦ દાખલા માત્ર ૮ મીનીટમાં ગણીને ભારતમાં જ નહિ પણ વિશ્વમાં નામ રોશન કર્યું છે. આ છે પાટણમાં ધોરણ ૯માં અભ્યાસ કરતો આયુષ શ્રીમાળી.

તાજેતરમાં મલેશિયા ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય કક્ષાની એબક્સ મેન્ટલ એરીથમેટિક ઇન્ટરનેશનલ સ્પર્ધા ૨૦૧૮માં ભાગ લીધો હતો. જેમાં આયુષે માત્ર ૮ મિનીટમાં ૨૦૦ દાખલા ગણીને અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આયુષને સિદ્ધિઓના મુકામ સુધી પહોચાડવામાં તેના માતા-પિતાએ પણ કોઈ જ કસર છોડી નથી. નાનપણથી આયુષને ગણિતમાં રૂચી હોવાના કારણે આયુષનો પરિવાર મધ્યમવર્ગ હોવાછતાં તેના પિતાએ મહેનત કરીને તેને ખાનગી ઇન્સ્ટીટયુટમાં પ્રવેશ અપાવ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારત દેશનો ડંકો વગાડયો હોવાથી આયુષે માત્ર તેના કટુંબ,પરિવાર જ નહિ પણ પાટણના માનવ કોમ્પ્યુટર તરીકે નામના મેળવી છે. આપણે આ કળાને વૈદિક ગણિત તરીકે આપણે ઓળખીએ છીએ. જો કે આંકડાઓની આંટીઘુંટીઓની ફાવટ જે વિદ્યાર્થીની આવડત બની જાય છે તેને
માટે ગણિત એકદમ સરળ બની જાય છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code