આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ

પાટણ વેરાઇ ચકલા ખાતે થયેલ તાંબા ના વાયરોની ચોરીનો ભેદ ઉકેલી તાંબા ના વાયર કિં.રૂ. ૨૮૮૦૦૦/- તથા ગુન્હામાં વપરાયેલ વાહન તથા અન્ય મુદ્દામાલ કિં.રૂ.૨,૨૨,૯૦૦/- મળી કુલ કિં.રૂ.૫,૧૦,૯૦૦ /- ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ પાટણ*

પાટણ ખાતે ગત તા.૨૫/૦૪/૨૦૧૯ ના રોજ વેરાઇ ચકલા ખાતે આવેલ જે.પી.વંદના પાર્ક નામની દુકાનના તાળા તોડી કોઇ ઇસમો દુકાનમાંથી તાંબાના કટ્ટા આશરે પંદરેક નંગ કિ.રૂ.૨,૨૫,૦૦૦ ની ચોરી કરી લઇ ગયા હતા. જેને લઇ પાટણ એસ.પી. શોભા ભુતડાએ એલ.સી.બી. ટીમને સુચના કરતા પોલીસ ઘ્વારા સધન તપાસ હાથ ધરી આરોપીઓની અટકાયત કરી હતી.

સોમવારે પાટલ એલ.સી.બી.ના પો.સબ.ઇન્સ. વાય.કે.ઝાલા તથા પાટણ એલ.સી.બી.સ્ટાફના માણસો એ.એસ.આઇ. ભાણજીજી સુરજજી તથા અ.હે.કો. ભરતસિંહ પ્રભાતજી તથા અ.હેડ કોન્સ અમીતસીંહ માનસીંહ તથા અ.હેડ કોન્સ કીર્તીસિંહ અનુજી તથા અ.પો.કોન્સ. વિનોદકુમાર પુનાભાઇ તથા અ.પો.કોન્સ.મહેન્દ્રસિંહ શંભુજી તથા અ.પો.કોન્સ.જીતેન્દ્રકુમાર ગોવિંદભાઇ તથા ધવલકુમાર ભગવાનભાઇ તથા અ.પો.કોન્સ નવાઝભાઇ ગુલામરસુલ તથા અ.પો.કોન્સ. રોહીતકુમાર લક્ષ્મણભાઇ વિગેરે પોલીસ સ્ટાફના માણસો આ કેસની તપાસમાં રોકાયેલ હતા.

આ દરમ્યાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વેરાઇ ચકલા ખાતે ચોરી થયેલ તે દીવસે રાત્રીના એક બોલેરો ગાડી નંબર જી.જે.૦૬.બી.એ.૭૪૯૭ની વેરાઇ ચકલા આજુબાજુ આંટા ફેરા કરતી હતી. જે હકીકત આધારે ગાડીના માલીક બાબતે તપાસ કરતા આ ગાડી હાલમાં ભાકડીયા તા.જી.મહેસાણા ખાતે રહેતા પરમાર અશોકભાઇ કાળાભાઇ પાસે હોવાની હકીકત મળી હતી. જેથી ભાકડીયા ખાતે જઇ તપાસ કરતા પરમાર અશોકભાઇ કાળાભાઇ બોલેરો ગાડી સાથે હાજર મળી આવતા અને બાતમીમાં જણાવેલ નંબર વાળી ગાડી હોય તેઓની પુછપરછ કરતા શકાજી છનાજી ઠાકોર રહે.દિતાસણ વાળાઓ તા.૨૩/૦૪/૨૦૧૯ તથા તા.૨૪/૦૪/૨૦૧૯ ના રોજ પાટણ ખાતે આવેલ હતા.

ઠાકોર શકાજી છનાજીની તપાસ કરતા તેઓ પણ હાજર મળી આવેલ હોય બંન્નેને બોલેરો ગાડી સાથે એલ.સી.બી.કચેરી પાટણ ખાતે લાવી પુછપરછ કરતા તેઓએ ગઇ તા.૨૪/૦૪/૨૦૧૯ ના રોજ રાત્રીના સમયે તેઓ બંન્ને તથા તેમની સાથે ઠાકોર ભેમાજી અમરતજી રહે.જેતલપુર તથા ઠાકોર રાજુજી કાન્તીજી રહે.લીંચ તા.જી.મહેસાણા તથા ઠાકોર ભદી રહે.ખારીઘારીયાલ તા.ચાણસ્મા જી.પાટણ તથા તેની સાથેનો એક માણસએ ઉપરોક્ત બોલેરો ગાડીમા પાટણ ખાતે આવી ચોરી કરી તાંબાના કટ્ટા બોલેરો ગાડીમાં ચોરી કરી લઇ ગયા હોવાનું કબુલ્યુ હતુ.

તેમને એમ પણ કહયુ હતુ કે, અમે લીંચ તા.જી.મહેસાણા નજીક આ તાંબાના કટ્ટા ટ્રાનસ્ફર કરવા પરમાર નરેશભાઇ ઉર્ફ મહેશભાઇ કાળાભાઇ રહે.ભાકડીયા તા.જી.મહેસાણાને પીકઅપ ડાલુ લઇ બોલાવતા આ ચોરી કરેલ તાંબાના કટ્ટા પીકઅપ ડાલામાં ટ્રાન્સફર કરી તે ડાલુ લઇ ઠાકોર શકાજી છનાજી, ઠાકોર રાજુજી કાંન્તીજી, ઠાકોર ભેમાજી અમરતજી તથા પરમાર અશોકભાઇને સદર મુદ્દામાલ કડી મુકામે ગોર્વધનભાઇ મારવાડીને વેચાણથી આપેલ હોવાની કબુલાત કરી હતી. જેથી ચોરીમાં વાપરેલ બોલેરો ગાડી કી.રૂ.૨,૦૦,૦૦૦ ઠાકોર શકાજી છનાજીની અંગઝડતીમાંથી રોકડ રકમ રૂ.૭૦૦૦ તથા પરમાર અશોકભાઇ કાળાભાઇની અંગઝડતીમાંથી રોકડ રકમ રૂ.૮૨૦૦ તથા બંન્ને ઇસમો પાસેથી મો.નંગ-૨ કિ.રૂ.૧૦૦૦ તથા ઠાકોર ભેમાજી ઉર્ફે ભેમાભાઇ અમરતજી રહે.જેતલપુર તા.જી.મહેસાણા પાસેથી રોકડ રૂપિયા ૬૨૦૦ તથા મોબાઇલ કી.રૂ.૬૭૦૦ તથા ચોરીમાં ગયેલ તાંબાના વાયરના કટ્ટા કિં.રૂ.૨,૮૮,૦૦૦ તપાસ અર્થે કબ્જે કરી પરમાર અશોકભાઇ કાળાભાઇ રહે.ભકડીયા તા.જી.મહેસાણા, ઠાકોર શકાજી છનાજી રહે.દિતાસણ તા.જી.મહેસાણા, ઠાકોર ભેમાજી અમરતજી રહે.જેતલપુર તા.જી.મહેસાણાને પાટણ મુકામે અટક કરી આગળની તપાસ હાથ ધરાઇ છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code