આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, પાટણ

લોકડાઉનના સમયમાં પોતાના વતન તરફ જવા નિકળેલા 31 જેટલા લોકોને હાલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની બોય્ઝ હોસ્ટેલ ખાતે રાખવામાં આવ્યા છે. કર્ણાટકથી પોતાના વતન રાજસ્થાન તરફ જઈ રહેલા લોકોને પાટણ તાલુકાના ગોલાપુર પાસે પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. તાલુકા વિકાસ અધિકારીને મળેલ સુચના અન્વયે આ તમામ લોકોને રહેવાની વ્યવસ્થાના ભાગરૂપે બોય્ઝ હોસ્ટેલમાં રાખવામાં આવ્યા છે. જ્યાં તેમની આરોગ્યની તપાસ કરવામાં આવી. સાથે સાથે સ્વૈચ્છીક સંસ્થાઓના સહયોગથી તેમના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉલ્લેખનીય છે કે, અગાઉ મોટા નાયતા પાસેથી 28 જેટલા શ્રમિકોને અટકાવી તેમના રહેવા અને ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અન્ય 73 વ્યક્તિઓની પાટણ શહેરના નવનિર્મિત શેલ્ટર હૉમ ખાતે રહેવા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code