પાટણમાં પાક સહાયના હજુ 41 હજાર ખેડૂતોનાં ફોર્મ ભરાયાં નથી

અટલ સમાચાર, પાટણ દુષ્કાળથી અસરગ્રસ્ત પાટણના નવ તાલુકાઓમાં પાક નિષ્ફળ સહાય માટે કુલ 1,54,385 ખેડૂતો પૈકી 1,12,718 ખેડૂતોએ ફોર્મ ભર્યા છે. હવે ખેડૂતોને સહાય ફોર્મ ભરવા માટે માત્ર દસ દિવસ બાકી છે, તેમ છતાં 41,667 ખેડૂતોના ફોર્મ હજુ ભરાયા નથી. બીજી બાજુ તંત્રએ ખેડૂતોને તેમના બેન્ક એકાઉન્ટમાં સહાયની ચુકવણી શરૂ કરી દીધી છે. 24,983 ખેડૂતોના
 
પાટણમાં પાક સહાયના હજુ 41 હજાર ખેડૂતોનાં ફોર્મ ભરાયાં નથી

અટલ સમાચાર, પાટણ

દુષ્કાળથી અસરગ્રસ્ત પાટણના નવ તાલુકાઓમાં પાક નિષ્ફળ સહાય માટે કુલ 1,54,385 ખેડૂતો પૈકી 1,12,718 ખેડૂતોએ ફોર્મ ભર્યા છે. હવે ખેડૂતોને સહાય ફોર્મ ભરવા માટે માત્ર દસ દિવસ બાકી છે, તેમ છતાં 41,667 ખેડૂતોના ફોર્મ હજુ ભરાયા નથી. બીજી બાજુ તંત્રએ ખેડૂતોને તેમના બેન્ક એકાઉન્ટમાં સહાયની ચુકવણી શરૂ કરી દીધી છે. 24,983 ખેડૂતોના રૂ 24.45 કરોડ મંજૂર કરી દેવાયા છે. જ્યારે બાકીના ખેડૂતો સહાયને લઇ ચિંતિત બન્યા છે. અછતગ્રસ્ત ખેડૂતોને પાક નિષ્ફળ સહાય આપવા માટે પાટણ જિલ્લાને રૂપિયા 203.64 કરોડ ફાળવવામાં આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા ખેડૂતોને સીધા તેમના બેન્ક એકાઉન્ટમાં સહાય આપવાનો પ્રારંભ કરાયો છે.