આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,સમી

પાટણ જીલ્લાના સમી ખાતે સ્વીપ અંતર્ગત આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાનનું પ્રમાણ વધે તે હેતુથી સમીના વિદ્યાર્થીઓ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમી તાલુકાના શિક્ષણાધિકારી હરખાભાઈ નાડોદા અને શૈલેન્દ્રસિંહ સોઢાએ લીલી ઝંડી આપી સાયકલ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં મામલતદાર કચેરીથી સમી કન્યા શાળા નંબર- ૨ સુધી મતદાન જાગૃતિ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહી મતદાન જાગૃતિના નારા લગાવ્યા હતા.

આ પ્રસંગે નાયબ ચૂંટણી મામલતદાર કિરણભાઈ ગૌસ્વામી, સંજયભાઈ ઠાકોર, માવજીભાઈ પરમાર, અકબરભાઈ તેમજ કન્યા શાળા નંબર ૧ અને ૨ ના વિદ્યાર્થીઓ તેમજ કુમાર શાળા નંબર-૧ ના વિદ્યાર્થીઓ અને જય ભારત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી આ મતદાન જાગૃતિ રેલીને સફળ બનાવી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code