પાટણઃયુનિવર્સિટીના ભ્રષ્ટ્રાચારને લઈ કારોબારી સભ્ય અને ધારાસભ્ય વચ્ચે ઢીશુમ-ઢીશુમ

અટલ સમાચાર, પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની હકાલપટ્ટી બાદ પાટણમાં રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે. પાટણ કોંગી ધારાસભ્ય કિરીટ પટેલની વારંવારની રજૂઆતને લઈ યુનિવર્સિટીના કારોબારી સભ્ય સહિતનું ગૃપ મુલાકાતે ગયું હતું. જેમાં બાંધકામના કોન્ટ્રાક્ટર પાસેથી રુપિયા 9 લાખ આપેલા હોઈ કારોબારી સભ્યના ગૃપે પરત કરવાની માંગ કરી હતી. Video: આ દરમિયાન ધારાસભ્યના માણસોએ અચાનક કારોબારી
 
પાટણઃયુનિવર્સિટીના ભ્રષ્ટ્રાચારને લઈ કારોબારી સભ્ય અને ધારાસભ્ય વચ્ચે ઢીશુમ-ઢીશુમ

અટલ સમાચાર, પાટણ

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની હકાલપટ્ટી બાદ પાટણમાં રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે. પાટણ કોંગી ધારાસભ્ય કિરીટ પટેલની વારંવારની રજૂઆતને લઈ યુનિવર્સિટીના કારોબારી સભ્ય સહિતનું ગૃપ મુલાકાતે ગયું હતું. જેમાં બાંધકામના કોન્ટ્રાક્ટર પાસેથી રુપિયા 9 લાખ આપેલા હોઈ કારોબારી સભ્યના ગૃપે પરત કરવાની માંગ કરી હતી.

Video:

આ દરમિયાન ધારાસભ્યના માણસોએ અચાનક કારોબારી સભ્ય શૈલેષ પટેલ સાથે ઝપાઝપી કરતા મામલો ગરમાયો છે. સમગ્ર મામલે પોલીસને જાણ થતા તાત્કાલિક દોડધામ કરી કસૂરવારોને શોધવા અને સંભવિત દુર્ઘટનાને ટાળવા મથામણ તેજ કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીના વહિવટમાં ધારાસભ્યની મનમાની સહન કરવા છતાં વિરોધમાં રજૂઆત કરતા કારોબારી સભ્ય સહિતના આગેવાનો લાલઘૂમ બન્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પાટણઃયુનિવર્સિટીના ભ્રષ્ટ્રાચારને લઈ કારોબારી સભ્ય અને ધારાસભ્ય વચ્ચે ઢીશુમ-ઢીશુમપ્રાપ્ત થતી માહિતી મુજબ આજે સવારે ભાજપના સેનેટ સભ્ય તેમજ ઈસી મેમ્બર કોંગ્રેસ એમએલએ કિરીટ પટેલની ઓફિસમાં ઘૂસી આવ્યા હતા. જ્યાં હાજર કોંગ્રેસના કાર્યકરો અને તેમની વચ્ચે છૂટા હાથની મારામારીની ઘટના બનવા પામી હતી.

પાટણઃયુનિવર્સિટીના ભ્રષ્ટ્રાચારને લઈ કારોબારી સભ્ય અને ધારાસભ્ય વચ્ચે ઢીશુમ-ઢીશુમ પાટણઃયુનિવર્સિટીના ભ્રષ્ટ્રાચારને લઈ કારોબારી સભ્ય અને ધારાસભ્ય વચ્ચે ઢીશુમ-ઢીશુમ

મામલો વધારે બીચકી જતાં અહીં સ્થાનિક પોલીસ આવી પહોંચી હતી. વાત વધુ ના વણસે તેને લઈ ધારાસભ્યની ઓફિસ બહાર 50થી વધારે પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો. શહેરમાં આ બનાવને લઈ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

મારામારીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ

શહેરમાં આ બનાવને લઈ સમગ્ર વાતવરણ ઉગ્ર બની ગયું હતું. જે ઘટના ધારાસભ્યની ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. સવારે ઈસી મેમ્બર અને ભાજપના સેનેટ સભ્ય ઓફિસમાં ગૂસી ગયા હતા. હાજર કાર્યકરો અને ભાજપ વચ્ચે મારામારીના દ્રશ્યો થયા હતા.