પાટણ: અઘાર ક્લસ્ટરની અંબાજી પુરા શાળામાં યુ-ડાયસ પ્લસની મિટિંગ યોજાઈ

અટલ સમાચાર,પાટણ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત દર વર્ષે DISE ફોર્મમાં માહિતી મેળવી એકત્રીકરણની કામગીરી ક્રરવામાં આવે છે. ભારત સરકારના માનવ સંશાધન અને વિકાસ વિભાગની સૂચના અન્વયે ચાલુ વર્ષ ૨૦૧૮ માં U-DISE ને વિસ્તૃત કરી ઓનલાઈન U-DISE + (Exended UDISE) કરવામાં આવેલ છે. જે અંતર્ગત અઘાર અને ચારૂપ ક્લસ્ટરની ચાલુ વર્ષ ૨૦૧૮ – ૧૯માં ધોરણ ૧
 
પાટણ: અઘાર ક્લસ્ટરની અંબાજી પુરા શાળામાં યુ-ડાયસ પ્લસની મિટિંગ યોજાઈ

અટલ સમાચાર,પાટણ

સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત દર વર્ષે DISE ફોર્મમાં માહિતી મેળવી એકત્રીકરણની કામગીરી ક્રરવામાં આવે છે. ભારત સરકારના માનવ સંશાધન અને વિકાસ વિભાગની સૂચના અન્વયે ચાલુ વર્ષ ૨૦૧૮ માં U-DISE ને વિસ્તૃત કરી ઓનલાઈન U-DISE + (Exended UDISE) કરવામાં આવેલ છે. જે અંતર્ગત અઘાર અને ચારૂપ ક્લસ્ટરની ચાલુ વર્ષ ૨૦૧૮ – ૧૯માં ધોરણ ૧ થી ૧૨ ધરાવતી તમામ શાળાઓની U – DISE+ અંતર્ગત મીટીંગ નું આયોજન ગુરૂવાર તારીખ 18/4/2019 ના રોજ અઘાર ક્લસ્ટરની અંબાજીપુરા પ્રા. શાળામાં થયું હતુ. જેમાં UDISE+ ફોર્મ હાર્ડ કોપીમાં આપી સી.આર.સી.કો-ઓર્ડીનેટર નિલેશ શ્રીમાળીએ સંપૂર્ણ વિગત સમજાવી હતી. તમામ શાળાના આચાર્ય હાજર રહી માહિતી મેળવી હતી. તથા ચર્ચા કરી ફોર્મમાં વિગત ભરી હતી તથા સી.આર.સી નિલેશ શ્રીમાળીએ જણાવ્યું કે ફોર્મ સંપૂર્ણપણે ભરાઇ ગયા બાદ તમામ શાળાનું એકત્રીકરણ કરી બી.આર.સી. કક્ષાએ જમા કરવામાં આવશે.