આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

જીલ્લા વહીવટી તંત્ર પાટણ અને ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ગાંધીનગરના તાબાના સ્વામી વિવેકાનંદ યુવા મંડળ પાટણ અને જીલ્લા રમતગમત અધિકારીની કચેરી પાટણના સંયુક્ત ઉપક્રમે જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પાટણના સહયોગથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના 64મા જન્મ દિવસની ઉજવણી અંતર્ગત સંવેદના વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સ્વામી વિવેકાનંદ યુવક મંડળના સભ્યો, એન.ડી.આર.એફ. ના જવાનો તથા રાષ્ટ્રીય સેવા યોજના પાટણ એકમના વિદ્યાર્થીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વન મહોત્સવના કાર્યક્રમમાં ભાગ લેવા માટે જોડાયા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા એન.ડી.આર.એફ. ના કમાન્ડન્ટ અરુણકુમાર અને તેમના જવાનોની ટીમ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના મામલતદા હિતેશભાઈ રાવલ, જિલ્લા રમતગમત અધિકારી વિરેન્દ્રભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ યુવા મંડળના વાલી હિતેન્દ્રભાઈ રાવ, સિનિયર કોચ આનંદ નેહરા ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગને સફળ બનાવવા માટે જયેન્દ્રકુમાર ભીલ સંયોજક સ્વામી વિવેકાનંદ યુવા મંડળ તથા યોગેશભાઈ રાણા, જય રાણા તથા મંડળના સભ્યો અને નેશનલ સર્વિસ સ્કીમના ક્રેડેટ અને એન.ડી.આર.એફ. ના જવાનો દ્વારા સરદાર પટેલ રમતગમત સંકુલ પાટણમાં વૃક્ષારોપણ કરી સાચા અર્થમાં સંવેદના વન બને તે પ્રકારે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code