પાટણ: શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંગે સમીક્ષા બેઠક યોજાઈ

અટલ સમાચાર,પાટણ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન હાથ ધરવામાં આવે છે. પાટણ જિલ્લામાં તા. ૧૩,૧૪ અને ૧૫ જૂનના રોજ શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. તે અંતર્ગત જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્ય સરકાર દ્વારા વિડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી
 
પાટણ: શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંગે સમીક્ષા બેઠક યોજાઈ

અટલ સમાચાર,પાટણ

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન હાથ ધરવામાં આવે છે. પાટણ જિલ્લામાં તા. ૧૩,૧૪ અને ૧૫ જૂનના રોજ શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. તે અંતર્ગત જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્ય સરકાર દ્વારા વિડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પ્રાથમિક શિક્ષણને વધુ ગુણવત્તાસભર બનાવવા માટે ભાવી પેઢીનો શિક્ષણનો પાયો મજબુત કરવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યુ હતુ કે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનું સુચારૂ આયોજન થાય, કોઈપણ બાળક નામાંકન વગરનું ન રહે, ધોરણ ૧ થી ૮ માં ડ્રોપ આઉટ થયેલ બાળકોનું જે તે ધોરણમાં પુનઃનામાંકન થાય, પ્રવેશોત્સવના અંતિમ દિવસે ક્લસ્ટર રિવ્યુમાં ઉપસ્થિત રહી શૈક્ષણીક અને ભૌતિક બાબતોની ચર્ચા કરવી તેમજ ગુણોત્સવનો પણ રિવ્યુ કરવા શાળાઓ મુજબ પ્રોપર આયોજન હાથ ધરવા જણાવ્યુ હતુ.

જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખે જણાવ્યુ હતુ કે આંગણવાડી તથા ધોરણ ૧ માં ૧૦૦ ટકા નામાંકન થાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવશે. ધોરણ ૧ માં ૧૭૦૪૧ બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જિલ્લામાં ૫૧૭ ગામોની ૭૪૪ ગ્રામ વિસ્તારની શાળાઓ તેમજ ૫ શહેરી વિસ્તારોની ૫૨ શાળાઓને પ્રવેશોત્સવમાં આવરી લેવામાં આવશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એ.ચૌધરીએ પાટણ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં યોજાનાર શાળા પ્રવેશોત્સવની રૂપરેખા રજુ કરી હતી. આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.