આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ આગામી તા. 1લી સપ્ટેમ્બરથી પ્રારંભ થઈ રહ્યો છે. 30 સપ્ટેમ્બર સુધી ચાલનારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદારોની ફોટોગ્રાફ્સ સહિતની વિગતો ખરાઇ તથા અન્ય સુધારા નિર્દિષ્ટ કરવા અને મતદારોની વિગતો અધિકૃત કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

ભવિષ્યમાં તૈયાર કરવામાં આવનાર મતદાર યાદી ક્ષતિરહિત અને અદ્યતન બનાવવાના ઉદ્દેશ સાથે આગામી સપ્ટેમ્બર મહિના દરમ્યાન ચાલનારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદારને મતદારયાદીમાં રહેલ પોતાની વિગતોની ચકાસણી કરવા, અધિકૃત પુરાવાઓ રજુ કરી વિગતોમાં રહેલ ક્ષતિઓ દુર કરાવવા, મતદાર સાથે સંકળાયેલા કુટુંબના મતદાર હોય તેવા કાયમી સ્થળાંતરિત અથવા અવસાન થયેલ હોય તેવા સભ્યોની વિગતો મેળવવા તથા વણ નોંધાયેલા અને ભવિષ્યના મતદારોની વિગતો એકત્ર કરવા સહિતની કામગીરી કરવામાં આવશે.

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમ્યાન સરકારના સર્વે વિભાગો અને વિભાગોના નિયંત્રણ હેઠળના ખાતાના વડાની કચેરીઓમાં ફરજ બજાવતા સર્વે અધિકારીઓ અને કર્મચારીઓ મતદાર તરીકે પોતાની તથા પોતાના કુટુંબના તમામ સભ્યોની વિગતોની ચકાસણી કરાવી મહત્તમ સંખ્યામાં મતદારો પોતાની વિગતોની ચકાસણી અને પ્રમાણીકરણ કરાવે તે માટે પ્રોત્સાહિત કરશે.

01 Oct 2020, 9:51 AM (GMT)

COVID-19 Global Stats

34,403,979 Total Cases
1,022,581 Death Cases
25,591,260 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code