પાટણઃ સ્વામી વિવેકાનંદ યુવા મંડળોને સ્પોર્ટ્સ કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, પાટણ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગરના ઉપક્રમે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ પ્રેરીત જીલ્લા વહિવટીતંત્ર, પાટણ સંચાલીત સ્વામી વિવેકાનંદ યુવા મંડળોને સ્પોર્ટ્સ કિટના વિતરણનો કાર્યક્રમ સરદાર પટેલ રમત-ગમત સંકુલ પાટણ ખાતે રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયો. શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે યુવાનોને
 
પાટણઃ સ્વામી વિવેકાનંદ યુવા મંડળોને સ્પોર્ટ્સ કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, પાટણ

રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગરના ઉપક્રમે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ પ્રેરીત જીલ્લા વહિવટીતંત્ર, પાટણ સંચાલીત સ્વામી વિવેકાનંદ યુવા મંડળોને સ્પોર્ટ્સ કિટના વિતરણનો કાર્યક્રમ સરદાર પટેલ રમત-ગમત સંકુલ પાટણ ખાતે રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયો.

શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે યુવાનોને પ્રોત્સાહિત કરવા તેમજ તેમનામાં રહેલી શક્તિઓને બહાર લાવવાનું કામ કરેલ છે. સ્પોર્ટ્સની રમતો દ્વારા યુવા વર્ગ સશક્ત અને તંદુરસ્ત બને છે. યુવા પેઢીને તંદુરસ્ત રાખવાનું કામ રાજ્ય સરકારે કર્યું છે. દેશ અને રાજ્યને મજબુત કરવા માટે યુવાશક્તિ ખુબ જ જરૂરી છે. પ્રધાનમંત્રી દ્વારા યુવાનોના કૌશલ્યને ઉજાગર કરવાનું કામ કર્યુ છે. રાજ્ય સરકારની અનેક યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડી છે.

જીલ્લા પંચાયતના પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતુ કે, આ સરકારે યુવાનોની સતત ચિંતા કરી છે. પ્રતિસ્પર્ધામાં વિજયી બને અને પોતાની કારકિર્દી બનાવે તે માટે સ્પોર્ટ્સ કિટનું વિતરણ કરવામાં આવેલ છે. જેનાથી યુવાનો દેશમાં પોતાનું નામ રોશન કરશે. આ કાર્યક્રમમાં જીલ્લા રમતગમત અધિકારી વિરેન્દ્રભાઈ પટેલ, સિનિયર કોચ આનંદભાઈ નહેરા, સંગઠનના ભાવેશભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ યુવા મંડળના વાલી હિતેન્દ્ર રાવ, અધિકારીઓ-કર્મચારીઓ તેમજ યુવા વર્ગ ઉપસ્થિત રહ્યા હતા.