આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

બુધવારે સવારે ચાણસ્મા નજીક ટ્રક પલટી ખાઇ જતા અકસ્માત સર્જાયો હતો. જેનાથી કલાકો સુધી ચાણસ્મા શહેર નજીકનો હાઇવે વન-વે બની ગયો હતો. મુન્દ્રાથી પ્લાસ્ટિક માટેના પાવડરની થેલીઓ ભરીને જતી ટ્રક પ્રાંતિજ પહોંચે તે પહેલા જ ચાણસ્મા સર્કલ નજીક પલટાઇ ગઇ હતી. જેનાથી સદનસીબે જાનહાની ટળી હતી, પરંતુ થેલીઓના કટ્ટા રોડ ઉપર ગોડાઉનમાં ભર્યા હોય તેમ ગોઠવાયા હતા.

કોરીયાથી ગુજરાતના પ્રાંતિજ ખાતે પીવીસી પ્લાસ્ટિક માટે ઉપયોગમાં લેવા પાવડરના કટ્ટા મંગાવવામાં આવ્યા હતા. આથી દરિયાઇ માર્ગે મુન્દ્રા બંદરે પાવડર ભરેલી થેલીઓ ઉતારી ટ્રકમાં ભરવામાં આવી હતી. ટ્રક મોડી સાંજે રવાના થયા બાદ ચાણસ્મા શહેર નજીક વહેલા છ વાગ્યે પહોંચતા ડીવાઇડર સાથે અથડાઇ હતી. જેનાથી ટ્રક પલટી ખાઇ જતાં થેલીઓના કટ્ટા રોડ ઉપર પથરાઇ ગયા હતા.

ટ્રકચાલક સહિતના માણસોનો આબાદ બચાવ થયા હતો, પરંતુ પાવડર ભરેલી થેલીઓ ગોડાઉનની જેમ હાઇવે ઉપર ગોઠવતાં રસ્તો એકમાર્ગીય બનતા ટ્રાફીક વ્યવસ્થા ખોરવાઇ હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મેડ ઇન કોરીયા લખેલી થેલીઓ જોઇ સ્થાનિકો અચરજમાં મુકાઇ ગયા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code