આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

રાજય સરકાર દ્વારા પ્રજાને પીવા અને સિંચાઇ માટેના પાણીનો પુરવઠો નિયમિત ઉપલબ્ધ બને તે માટે અનેક યોજનાઓ અમલમાં મુકી છે. સરહદ વિસ્તારના ગામોને પાણીની ઉપલબ્ધી માટે રાજયના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરના વરદ હસ્તે સમી તાલુકાના ઝીલવાણા ગામ ખાતે રૂા.827 લાખના ખર્ચે બોરતવાડા થી સમી વચ્ચે એકસપ્રેસ પાઇપલાઇનનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું.

આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે જણાવ્યું હતું કે, રાજય સરકાર હરહંમેશે પ્રજાને માટે પીવાના પાણી સિંચાઇ માટેના પાણી માટે સતત ચિંતા કરતી હોય છે. સરહદી વિસ્તારના ગામોમાં નર્મદાનું શુધ્ધ પાણી ઉપલબ્ધ બને તે માટે સતત પ્રયત્નશીલ છે. સમી અને શંખેશ્વર તાલુકાના તમામ ગામોને જુથ યોજનાનું પીવા માટે ચોખ્ખું પાણી પુરુ પાડવા માટે સરકાર દ્વારા રૂા.8.27 કરોડના ખર્ચે બોરતવાડાથી સમી સુધી 400 મી.મી. વ્યાસની 18,000 મીટર એકસપ્રેસ ડી.આઇ. પાઇપલાઇન નાખવામાં આવશે. જમીનનો ક્ષાર ન લાગે તે માટે પોલી થીલીંગ કોટીંગ પણ કરવામાં આવશે.

રાજય સરકાર દ્વારા સમી- હારીજ અને શંખેશ્વર માટે પીવાના પાણી અને સિંચાઇ ના પાણી આ અગાઉ 10,269 લાખની યોજના મંજુર કરવામાં આવેલ ત્યારબાદ શંખેશ્વરના મુજપુર- લોટેશ્વર સાઇડના ગામો માટે 5000 લાખના ખર્ચે યોજના મંજુર કરેલ અને આ વિસ્તારના ગામોને અલાયદી 19 જેટલા બોર અને મશીનરી માટે રૂા.560 લાખ મંજુર કરેલ છે. અને પંપીગ બોરની મીશનરી માટે 50 લાખ મંજુર કરેલ છે. સમી અને શંખેશ્વર તાલુકામાં અછત દરમ્યાન પીવાના પાણીની તંગી ઉભી થશે નહી સરહદ વિસ્તારના છેવાડાના ગામોને પાણીનો પુરવઠો જરૂરીયાત મુજબનો ઉપલબ્ધ બનશે. આ વિસ્તાર ધીરે ધીરે નંદનવન તરફ આગળ વધી રહ્યો છે.

રાજય સરકાર દ્વારા કચ્છ વિસ્તારમાં ખારા પીણીને શુધ્ધ બનાવવા માટેનો સેનીટેશન પ્લાન્ટ નાખી મીઠું પાણી કરવાની યોજના અમલમાં મુકી છે. વધુમાં મંત્રીએ વિનંતી કરી હતી કે પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરવો જોઇએ. પાણીનો બચાવ કરોવો જોઇએ અને પાણીનો દુરપયોગ ના કરવા જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં સંગઠનના ભૂપેન્દ્રસિંહ ઠાકોર, દિલીપજી ઠાકોર, મફાજી ઠાકોર, બાબુજી ઠાકોર, વીરસંદજી ઠાકોર, પાણી પુરવઠાના અધિકારી વિષ્ણુભાઇ મેવાડા, કર્મચારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

30 Sep 2020, 10:05 AM (GMT)

COVID-19 Global Stats

34,086,857 Total Cases
1,016,604 Death Cases
25,329,655 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code