આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સામાચાર, પાટણ

પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળા અદ્યતન સુવિધાયુક્ત નવનિર્મિત બસ સ્ટેશનનો ખાતમુહુર્ત કાર્યક્રમ રાજયના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે સામાજિક અને શૈક્ષણિક પછાતવર્ગોનું કલ્યાણ વિભાગના મંત્રી વાસણભાઇ આહીર ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે, રાજ્યના પરિવહન થકી મોટાભાગના ગામોને એસ.ટી.ની સુવિધા આપી 99 ટકા ગામડાઓને એસ.ટી.બસ સેવાથી સાંકળી લેવામાં આવેલ છે. રાજ્ય સરકાર દ્વારા સિધ્ધપુર ખાતે રૂપિયા 443 લાખના ખર્ચે આર.સી.સી.ની ફ્રેમ સ્ટ્રક્ચરવાળું અદ્યતન સુવિધાયુક્ત બસટેશન ઉપલબ્ધ બનશે. જેનાથી પ્રજાની સુવિધામાં વધારો થશે. ગુજરાતમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળ દરમિયાન એસટી નિગમને અનેકવિધ સુવિધાઓ પૂરી પાડી છે. રાજ્ય સરકારે ગયા વર્ષે 1500 નવીન બસો અને આ વર્ષે 2300 નવીન બસો ફાળવી પ્રજાના વિકાસમાં સહભાગી બની છે.

પાટણ શહેરમાં પણ નવીન બસ પોર્ટ કાર્યરત છે. વિશ્વમાં વિકાસની દ્રષ્ટિએ ભારત દેશે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. 20 વર્ષમાં દેશની કાયાપલટ થઇ ગઈ છે. આયુષ્માન ભારત યોજના હેઠળ પાટણ જિલ્લાના 1.24 લાખ પરિવારોને સાંકળવામાં આવ્યા છે. રાજ્ય સરકારમાં અમૃતમ યોજના હેઠળ રૂપિયા 3 લાખની આવક મર્યાદા વધારી રૂપિયા 5 લાખ આવક મર્યાદા કરેલ છે. રાજય સરકાર ખેતી ક્ષેત્રે અને પશુપાલન ક્ષેત્રે પણ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે.

આ પ્રસંગે મંત્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ગુજરાતમાં અનેક વિકાસના કામો કર્યા છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત શાસન દરમિયાન ગુજરાતની કાયાકલ્પ કરવાની શરૂઆત કરી હતી. ગામોના વિકાસ માટે એસટી મુખ્ય પરિબળ છે. રાજય સરકારે દરેક ગામને એસટી બસ સુવિધા પૂરી પાડી ગામોને વિકાસ સાથે જોડી ગુજરાત અને વિશ્વમાં વિકાસ ક્ષેત્રે નામ રોશન કર્યું છે. કર્મચારીઓ કર્મયોગી બને તો નિગમનો વિકાસ ઝડપી બનશે.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત, પાટણના પ્રમુખ વિનુભાઇ પ્રજાપતિ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મોહનભાઇ પટેલ, પ્રાંત અધીકારી જયેશ તુવેર, સિધ્ધપુર નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન દવે, નંદાજી ઠાકોર, શંભુભાઇ દેસાઇ, કેશાજી ચૌધરી, વિભાગીય પરીવહન વિભાગના જે.કે સોલંકી, જે.બી કરોતરા,કર્મચારી મંડળો, તાલુકા સદસ્યો એસટી કર્મચારીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code