આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અઘાર ગામમાં કુવારીકા માતાનો ભાતીગળ લોકમેળો ભરાય છે. જેમાં દૂર દૂરથી લોકો માતાજીના દર્શનાર્થે આવે છે. તથા બાધા પૂરી કરે છે. છેલ્લા ઘણા સમયથી શિક્ષણ વિભાગ શિક્ષણની જાગૃતિ માટે તથા શિક્ષણની પ્રગતિ માટે ખૂબ જ પ્રયત્ન કરી રહેલ છે. તેના ભાગરૂપે અઘાર સી.આર.સી.કો-ઓર્ડીનેટર નિલેશ શ્રીમાળી પણ વિવિધ પ્રયત્નો થકી શિક્ષણ સુધારણાના કાર્યક્રમ કરે છે.

અઘાર ગામમાં કુવારીકા માતાના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. ત્યારે શિક્ષણ જાગૃતિ સ્ટોલ મૂકી વાલીઓને ગ્રામજનોને જાગૃત કરવા માટે પ્રયત્ન કરેલ. આ સ્ટોલનો મુખ્ય હેતુ એ હતો કે ગામનું પ્રત્યેક બાળક વાંચન, લેખન અને ગણનમાં અપેક્ષિત સમતા સિદ્ધ કરે તથા કોઈપણ બાળક કચાશ ધરાવતું ન રહે તથા ગ્રામજનોને વાલીઓ શિક્ષણ પ્રત્યે જાગૃત થાય તે માટે સમજાવવા. ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ સ્ટોલની મુલાકાત લીધી અને પોતાના પ્રતિભાવો આપ્યા અને અઘાર સી.આર.સી નિલેશ શ્રીમાળીના આ નવતર પ્રયોગને ખૂબ ખૂબ અભિનંદન તમામ ગામજનોને આપ્યા હતા.

નિલેશ શ્રીમાળીએ જણાવ્યું કે આ સ્ટોલનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં જાગૃતિ લાવી તથા ગામના શિક્ષિત વાલીઓ તથા આ ગામમાંથી શિક્ષણ લઈને અન્યત્ર નોકરી વ્યવસાય અર્થે સ્થાયી થયેલા લોકો આજે ફરજિયાત પણે ગામમાં માતાના દર્શનાર્થે આવે છે. તો તેમની સાથે મિટિંગ કરી એક સમિતિ બનાવી આગામી સમયમાં આ સમિતિને સાથે રાખી શિક્ષણમાં સુધારો લાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code