પાટણઃ વિકાસ અધિકારીના સૂચનથી તલાટીએ માસ્ક વગરના લોકોને દંડ કર્યો

અટલ સમાચાર, પાટણ સાંપ્રત કોવિડ-૧૯ની મહામારીના સમયે સમગ્ર રાજ્ય અને જિલ્લાનું વહીવટી તંત્ર સતત આ રોગને અટકાવવા માટે દિવસ-રાત પ્રયત્નશીલ છે. સ્વાસ્થ્ય વિભાગ, પોલીસ વિભાગ અને ઉચ્ચ સરકારી અધિકારીઓ લોકોને લોકડાઉનના નિયમોનું પાલન કરાવવા અને જરૂરી પગલાં ભરતાં માલૂમ પડે છે. આવી જ એક ઘટના પાટણ જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ સમી તાલુકાની મુલાકાતે ગયા ત્યારે
 
પાટણઃ વિકાસ અધિકારીના સૂચનથી તલાટીએ માસ્ક વગરના લોકોને દંડ કર્યો

અટલ સમાચાર, પાટણ

સાંપ્રત કોવિડ-૧૯ની મહામારીના સમયે સમગ્ર રાજ્ય અને જિલ્લાનું વહીવટી તંત્ર સતત આ રોગને અટકાવવા માટે દિવસ-રાત પ્રયત્નશીલ છે. સ્વાસ્થ્ય વિભાગ, પોલીસ વિભાગ અને ઉચ્ચ સરકારી અધિકારીઓ લોકોને લોકડાઉનના નિયમોનું પાલન કરાવવા અને જરૂરી પગલાં ભરતાં માલૂમ પડે છે. આવી જ એક ઘટના પાટણ જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ સમી તાલુકાની મુલાકાતે ગયા ત્યારે બની હતી. તાલુકાના બાસ્પા-મહંમદપુરા ગામમાંથી પસાર થતા હતા ત્યારે તેમની નજર રસ્તા પર આવેલ બરોડા-ગુજરાત ગ્રામીણ બેંકની શાખા પર પડી જ્યાં બહાર કેટલાંક ગ્રામજનો બેંકના કામથી આવ્યા હતા અને ટોળે વળીને ઊભા હતા તથા માસ્ક પણ પહેર્યા નહોતા. જિલ્લા વિકાસ અધિકારીએ ગામના તલાટીને તાત્કાલિક સ્થળ પર બોલાવી માસ્ક વગરના લોકોને દંડ કરવા જણાવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જિલ્લા વિકાસ અધિકારીના સૂચનનું પાલન કરીને તલાટીએ ત્યાં ઊભા રહેલા સાત લોકોને માસ્ક ન પહેરવા બદલ પ્રત્યેકને ર૦૦ રૂપિયાનો દંડ કર્યો હતો અને બાદમાં તમામને માસ્કનું વિતરણ કર્યું હતું. તેમજ તમામને સોશિયલ ડિસ્ટન્સીંગનું મહત્વ સમજાવી તેનું પાલન કરવા માટે જણાવ્યું હતું.

આમ જિલ્લાના એક ઉચ્ચ અધિકારીની સમયસૂચકતા અને કાયદાપાલનના આગ્રહને લીધે ગ્રામ લોકોમાં કોરોના વાયરસ પ્રત્યે જાગૃતિ આવી હતી અને આ રોગને હરાવવા માટેનો પદાર્થપાઠ મળ્યો હતો.