પાટણઃ ATM કાર્ડ બદલાવી છેતરપીંડી આચરતાં બે ઠગ ઇસમો ઝડપાયા

અટલ સમાચાર, પાટણ (દશરથ) પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે લોકોના એટીએમ કાર્ડ મદદ કરવાના બહાને મેળવી લઈ તેમાંથી છેતરપિંડી આચરતા હોવાના રિઢા ગુનેગારોને ઝડપી લીધા છે. આ બન્ને ગુનેગારોએ અનેક લોકો સાથે આવી રીતે છેતરપિંડી કર્યાનું કબૂલ્યું છે. આરોપીઓ પાસેથી રોકડ રકમ તેમજ મુદ્દામાલ સાયબર ક્રાઈમ અને ઈપીકો કલમ મુજબ આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી
 
પાટણઃ ATM કાર્ડ બદલાવી છેતરપીંડી આચરતાં બે ઠગ ઇસમો ઝડપાયા

અટલ સમાચાર, પાટણ (દશરથ)

પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે લોકોના એટીએમ કાર્ડ મદદ કરવાના બહાને મેળવી લઈ તેમાંથી છેતરપિંડી આચરતા હોવાના રિઢા ગુનેગારોને ઝડપી લીધા છે. આ બન્ને ગુનેગારોએ અનેક લોકો સાથે આવી રીતે છેતરપિંડી કર્યાનું કબૂલ્યું છે. આરોપીઓ પાસેથી રોકડ રકમ તેમજ મુદ્દામાલ સાયબર ક્રાઈમ અને ઈપીકો કલમ મુજબ આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

સાયબર ટીમ પાટણ સીટી એ ડિવીઝન પો.સ્ટે. પાટણ એસ.બી.આઇ. બેંક ના મેઇન બ્રાંચના એ.ટી.એમ. માંથી ફરીયાદી બાબુ શામજીભાઇ પરમાર રહે.પાટણ દેવવિનાયક રેસીડન્સી નાઓના એ.ટી.એમ. નો ઉપયોગ કરી કોઇ ઇસમ છળકપટ કરી રૂ.૨૦,૦૦૦/- ઉપાડી લઇ ગયો હતો. તેમજ અન્ય શહેરોમાં પણ આવા બનાવો બનતા હોઇ પો.સબ.ઇન્સ. વાય.કે.ઝાલા તથા એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો એ.એસ.આઇ. ભાણજીજી સુરજજી, એ.એસ.આઇ. ભરતસિહ પ્રભાતજી, એ.હે.કોન્સ. કિર્તિસિહ અનુજી વિગેરે આ ગુનાની તપાસમાં રોકાયેલ હતા.

અગાઉ ડીસા દક્ષિણ પો.સ્ટે.માં પણ આ લગતનો ગુનો દાખલ થયેલ હોઇ જે ગુનામાં સંડોવાયેલ આરોપીની માહિતી તેમજ ફોટાઓ મેળવી તપાસ કરતા હકિકત મળેલ કે આ આરોપી સંજય રમેશ પરમાર રહે. ભલાણી પાટી, મુડેઠા તા.ડીસા જી.બનાસકાઠાવાળો પાટણ વેરાઇ ચકલા ખાતે આવેલ છે. ખાનગી અલગ અલગ વાહનોમાં નિકળી પાટણ વેરાઇ ચકલા ખાતે આવી તપાસ કરતા અને ફોટામાં વર્ણન વાળા ઇસમની તપાસ કરતા વેરાઇ માતાના મંદિરની બાજુમાંથી સંજય રમેશ પરમાર તથા ભરતસિહ રંગતસિહ રાઠોડ, રહે.મુડેઠા તા.ડીસા જી.બનાસકાઠા વાળાઓને પકડી પાડી વિશ્વાસમાં લઇ યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા બંન્ને જણા HDFC બેંકના એટી.એમ. માં જઇ ૧૦,૦૦૦ લેખે કુલ રૂ ૨૦,૦૦૦/- એ.ટી.એમ તથા પાસવર્ડ નો ઉપયોગ કરી એ.ટી.એમ. માંથી ઉપાડેલ જે પૈકી બંન્ને એ એકબીજાને 50% 50% વેચી દીધેલ હોવાનું જણાવ્યું હતું.

સદરી ઇસમની અંગ ઝડતી કરતા તેની પાસેથી રૂ.૫૮૨૦/- તથા એક મોબાઇલ મળી આવેલ અને રોકડ રકમ બાબતે પુછતા તેઓએ એ.ટી.એમ. માંથી જે પૈસા ઉપાડેલ હતા તે પૈસા પૈકીના હોવાનું જણાવતા હોઇ જે રોકડ રકમ તથા મોબાઇલ કબજે કરેલ છે. તથા બીજા ઇસમની અંગ જડતી કરતા તેની પાસેથી રોકર્ડ રકમ રૂ. ૨૩૦૦/- મળી આવેલ જે રોકડ રકમ બાબતે પુછતા એ.ટી.એમ. માંથી ઉપાડેલ પૈસા પૈકી તેમના ભાગમાં આવેલ પૈસા પૈકીના હોવાનું જણાવતા હોઇ જે તપાસ અર્થે કબજે કરેલ છે. અને આ બાબતે પાટણ સીટી એ ડિવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નંબર – ૫૫/૨૦૧૯ ઇ.પી.કો.ક. તથા ઇન્ફોરમેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એકટ ૨૦૦૮ ની ક.૬૬સી મુજબનો ગુન્હો નોંધી બંન્ને ઇસમોને પાટણ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

બન્નેએ ગુનાની કરેલ કબૂલાતો

– થરા મુકામેથી એસ.બી.આઇ. નું એ.ટી.એમ. કાર્ડ મેળવી તેમાંથી રૂ.૨૦,૦૦૦/- સેરવી લીધા

– લાખણી મુકામેથી પરમાર દરિયાબેન રહે.લાખણીના એસ.બી.આઇ. નું એ.ટી.એમ. કાર્ડ મેળવી તેમાંથી રૂ.૯,૫૦૦/- લઈ લીધા

– લાખણી મુકામેથી પટેલ મોતીભાઇ કાનાભાઇ રહે.કેસરસીંગ ગોળીયાનું એસ.બી.આઇ. એ.ટી.એમ.મેળવી તેમાંથી રૂ.૨૦,૦૦૦/- સેરવ્યા

– ધાનેરા મુકામેથી એસ.બી.આઇ. નું એ.ટી.એમ. કાર્ડ મેળવી તેમાંથી રૂ.૨૦,૦૦૦/- ખેંચી લીધા

– ધાનેરા મુકામેથી એસ.બી.આઇ.નું એ.ટી.એમ. કાર્ડ મેળવી તેમાંથી રૂ.૩૦,૦૦૦/- ઉપાડેલાની કબુલાત