આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

જળ શક્તિ અભિયાન પાટણ અંતર્ગત પાટણ વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા પાટણ જિલ્લામાં પાણી અને પર્યાવરણ બચાવવા માટે ખૂબ જ મોટા પાયે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં સહભાગી બનતા રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પાટણ જિલ્લાના ચાણસ્મા, સમી, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુર તાલુકાઓમાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ.

drda inside meter add

રિલાયન્સ ફાઉન્ડેશનની ટીમ તેમજ 12 સી.આર.પી.ઓ સાથે વ્રજલાલભાઈ રાજગોરના માર્ગદર્શનમાં વિવિધ ટીમો બનાવી 12 ગામોની પ્રાથમિક શાળામાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાણી અને પર્યાવરણ બચાવવા માટે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું. તે ઉપરાંત ચિત્ર સ્પર્ધાઓનું આયોજન દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરીવિવિધ શાળાઓમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. 2040થી વધુ બાળકો, 80 જેટલા શિક્ષકો તથા ગ્રામજનો દ્વારા શાળાઓમાં 220થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું.

આગામી સમયમાં સિધ્ધપુર અને સરસ્વતી તાલુકાઓમાં પણ રિલાયન્સ ફાઉન્ડેશનના માધ્યમથી જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવશે.જળશક્તિ અભિયાનને વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેમ રિલાયન્સ ફાઉન્ડેશનના ટીમ લીડર નિરપતસીંગ કિરાર દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code