પાટણઃ 7થી 1 વાગ્યા સુધી કોમર્શિયલ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

અટલ સમાચાર, પાટણ રાજ્ય સરકાર દ્વારા અમુક અપવાદો સિવાયની તમામ દુકાનો ખુલ્લી રાખવા મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી સમયે મોટી સંખ્યામાં લોકો બજારમાં આવતા હોઈ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પાટણ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા કોમર્શિયલ વાહનો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો ગુજરાત
 
પાટણઃ 7થી 1 વાગ્યા સુધી કોમર્શિયલ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

અટલ સમાચાર, પાટણ

રાજ્ય સરકાર દ્વારા અમુક અપવાદો સિવાયની તમામ દુકાનો ખુલ્લી રાખવા મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી સમયે મોટી સંખ્યામાં લોકો બજારમાં આવતા હોઈ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પાટણ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા કોમર્શિયલ વાહનો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧) હેઠળ મળેલ સત્તાની રૂએ પાટણ જિલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી સવારે ૭.૦૦ થી બપોરના ૧.૦૦ વાગ્યા સુધી કોઈપણ કોમર્શિયલ વાહનોને પાટણના બજાર વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સાથે સાથે આ સમયગાળા દરમ્યાન લોડીંગ તેમજ અનલોડીંગ માટે વાહનો જાહેર રસ્તાઓ પર ઉભા રાખવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

આ જાહેરનામું તા.૩૦.૦૪.૨૦૨૦ થી તા.૦૬.૦૫.૨૦૨૦ સુધી અમલમાં રહેશે. આ હુકમ સરકારી હેતુ માટે ઉપયોગમાં લેવાતા તેમજ એ.પી.એમ.સી.માં આવતા વાહનોને લાગુ પડશે નહીં. આ હુકમના કોઈપણ ખંડનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર શખ્સ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે.

કોરોના વાયરસના સંક્રમણના નિયંત્રણ માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા લોકડાઉનના ચુસ્ત અમલીકરણ બાબતે અમુક ગતિવિધિઓ ઉપર પ્રતિબંધ ફરમાવતાં વિવિધ જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. જે અન્વયે પાટણ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલ દવાની દુકાનો તથા તબીબી સેવાઓ સિવાયની ફક્ત આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો માત્ર સવારના ૫.૦૦ કલાકથી બપોરના ૧૨.૦૦ કલાક સુધી જ ખુલ્લી રાખવા હુકમ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી સમયે મોટી સંખ્યામાં લોકો બજારમાં આવતા હોઈ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.