આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

સમગ્ર રાજ્યમાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આઈ.સી.ડી.એસ તથા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. બેટી બચાઓ બેટી પઢાઓની થીમ સાથે યોજાયેલા વિવિધ કાર્યક્રમ અંતર્ગત પોસ્ટર્સ-બેનર્સ પ્રદર્શન સાથે રેલી તથા દંપતિને આરોગ્યની વિવિધ સેવાઓ અને યોજનાઓ અંગે સેન્સેટાઈઝ વર્કશૉપ યોજવામાં આવ્યો હતો જેમાં મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

દિકરીઓના જન્મદરમાં વધારો થાય તથા યોગ્ય શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં છે. સરકારના આ અભિગમને સાર્થક કરવા અને સમાજમાં ઘર કરી ગયેલી પુરૂષપ્રધાન માનસિકતાના કારણે વધી રહેલા ભૃણ લિંગ પરિક્ષણ અને સ્ત્રી ભૃણ હત્યાનું પ્રમાણ અટકાવવા લોકોમાં જાગૃતિ આવે તે માટે જનજાગૃતિ રેલી તથા વર્કશૉપનું આયોજન કરવામાં આવ્યું હતુ.

પાટણ જિલ્લા પંચાયત ખાતેથી શરૂ થયેલી જનજાગૃતિ રેલીમાં આરોગ્ય વિભાગની મહિલા કર્મચારીઓ, આશા વર્કર્સ, નર્સિંગસ્ટાફની મહિલાઓ અને આંગણવાડી કાર્યકરો તથા તેડાગર બહેનોએ ભાગ લીધો હતો. જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એ.એસ.સાલ્વીએ લીલી ઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતુ. આ રેલી જિલ્લા પંચાયત કચેરીથી રેલ્વે સ્ટેશન અને મુખ્ય બજાર થઈ પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે પૂર્ણ થઈ હતી.

પોસ્ટર્સ, પ્લે કાર્ડ્સ અને બેનર્સ સાથે રેલીમાં જોડાયેલી મહિલાઓએ સમાજમાં દિકરીના મહત્વ, ભૃણ લિંગ પરિક્ષણ અને સ્ત્રી ભૃણ હત્યા અટકાવવા ઉપરાંત દિકરીઓને શિક્ષણ અપાવી પગભર બનાવવા સંદેશ આપ્યો હતો.

યુનિવર્સિટીના કૉન્વેન્શન હૉલમાં યોજાયેલા આ વર્કશૉપમાં જિલ્લા ભાજપ પ્રભારીમયંકભાઈ નાયક, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એ.એસ.સાલ્વી, આઈ.સી.ડી.એસના ચેરપર્સન ભચીબેન આહિર, સી.ડી.પી.ઓ રમીલાબેન ચૌધરી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ.અનિલભાઈ નાયક, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આશા વર્કર્સ, નર્સિંગસ્ટાફની મહિલાઓ અને આંગણવાડી કાર્યકરો તથા તેડાગર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code