પાટણ: વાગદોડ ITI અને શ્રમિક કૌશલ્ય પ્રમાણિકતા કેન્દ્રનું ભુમિપૂજન યોજાયો

અટલ સમાચાર, પાટણ પાટણ જિલ્લાના વાગડોદ ખાતે ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને શ્રમિક કૌશલ્ય પ્રમાણિતતા કેન્દ્રના નવ નિર્મિત મકાનનો ભૂમિપૂજન કાર્યક્રમ રાજયના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. સિધ્ધપુર વિધાનસભાના ધારાસભ્ય ચંદનજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. રાજય સરકાર દ્વારા યુવા વિદ્યાર્થીઓને ઔદ્યોગિક આધુનિક શિક્ષણ આઇ.ટી.આઇ. દ્વારા ઉપલબ્ધ બનાવવામાં આવી રહ્યું છે. તે
 
પાટણ: વાગદોડ ITI અને શ્રમિક કૌશલ્ય પ્રમાણિકતા કેન્દ્રનું ભુમિપૂજન યોજાયો

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લાના વાગડોદ ખાતે ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને શ્રમિક કૌશલ્ય પ્રમાણિતતા કેન્દ્રના નવ નિર્મિત મકાનનો ભૂમિપૂજન કાર્યક્રમ રાજયના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. સિધ્ધપુર વિધાનસભાના ધારાસભ્ય ચંદનજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. રાજય સરકાર દ્વારા યુવા વિદ્યાર્થીઓને ઔદ્યોગિક આધુનિક શિક્ષણ આઇ.ટી.આઇ. દ્વારા ઉપલબ્ધ બનાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત વાગડોદ ખાતે રૂા.૮ કરોડના ખર્ચે અધતન સુવિધા ધરાવતું આઇ.ટી.આઇ.નું નવીન મકાન બનતા આજુબાજુના વિદ્યાર્થીઓને રોજગારી મેળવવામાં માટે ટેકનીકલ શિક્ષણ સંકુલ ઉપલબ્ધ બનશે.

પાટણ: વાગદોડ ITI અને શ્રમિક કૌશલ્ય પ્રમાણિકતા કેન્દ્રનું ભુમિપૂજન યોજાયો

આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે,રાજયની યુવા શક્તિને ગ્રામક્ષેત્રે તાલીમ ઉપલબ્ધ બને અને રોજગારી મેળવી સ્વનિર્ભર બને તે પ્રકારની કામગીરી કરી રહી છે. રોજગાર વધુ મેળવવા માટે રાજયમાં વાયબ્રન્ટ યોજી ઉદ્યોગોને આમંત્રિત કરવામાં આવે છે. દરેક જિલ્લામાં રોજગારી ભરતી મેળા યોજી ઉદ્યોગો દ્ગારા રોજગારી આપી સ્વરોજગાર બનાવવામાં આવે છે. દેશમાં રોજગાર ક્ષેત્રે ગુજરાત પ્રથમ ક્રમે રહેલ છે.

મંત્રીએ ગ્રામ કક્ષાના દરેક યુવા વિદ્યાર્થીઓ આઇ.ટી.આઇ.ના ટેકનીકલ કોર્ષનો પુરે પુરો લાભ લેવા અને ટુંકા ગાળાના કોર્ષમાં જોડવવા આહવાન કર્યું હતું. સ્વાગત પ્રવચન નાયબ નિયામક આઇ.ટી.આઇ. પાટણના આશાબેન પટેલે કર્યું હતું. અને વાગડોદ આઇ.ટી.આઇ. સંસ્થાની રૂપરેખા રજુ કરી હતી. આભાર વિધી વાગડોદ આઇ.ટી. આઇ.ના પ્રિન્સીપાલ પી.સી.પટેલ કરી હતી.

આ કાર્યક્રમમાં સંગઠનના પ્રમુખ મોહનભાઇ પટેલ, સોહનજી ઠાકોર, બાબુભાઇ દેસાઇ, ભાવેશભાઇ જોષી, વદનજી ઠાકોર, અને માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર એસ.જી.બક્ષી, નાયબ કાર્યપાલક ઇજનેર ડી.એલ. રાઠોડ, આઇ.ટી.આઇ. પાટણના પ્રિન્સીપાલ સી.બી.ઝાલા, એન.જી.કિકાણી, એ.વી.પાધ્યા, આઇ.ટી.આઇ. ના ઇન્સ્ટ્રકટરો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.