પાટણ@લોકસભા: જગદીશજી સામે દિલીપજીથી ઠાકોર મતોનું વિભાજન !

અટલ સમાચાર, ગિરીશ જોશી આતુરતા ઉભી કરતી પાટણ લોકસભા બેઠક માટે ભાજપ અને કોંગ્રેસમાં સસ્પેન્સ જળવાઈ રહ્યું છે. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ જગદીશ ઠાકોર અને દિલીપ ઠાકોર વચ્ચે જંગ જામી શકે છે. જેનાથી ચૂંટણીમાં રસાકસી થવાથી ઠાકોર મતોનું વિભાજન પણ થાય તેમ છે. જેથી જીતની સરસાઈ પાતળી આવે તો નવાઈ નહીં. પાટણ લોકસભાના ઉમેદવાર તરીકે
 
પાટણ@લોકસભા: જગદીશજી સામે દિલીપજીથી ઠાકોર મતોનું વિભાજન !

અટલ સમાચાર, ગિરીશ જોશી

આતુરતા ઉભી કરતી પાટણ લોકસભા બેઠક માટે ભાજપ અને કોંગ્રેસમાં સસ્પેન્સ જળવાઈ રહ્યું છે. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ જગદીશ ઠાકોર અને દિલીપ ઠાકોર વચ્ચે જંગ જામી શકે છે. જેનાથી ચૂંટણીમાં રસાકસી થવાથી ઠાકોર મતોનું વિભાજન પણ થાય તેમ છે. જેથી જીતની સરસાઈ પાતળી આવે તો નવાઈ નહીં.

પાટણ લોકસભાના ઉમેદવાર તરીકે કોંગ્રેસ જગદીશ ઠાકોરને ઉતારે તેવી પ્રબળ સંભાવના છે. જેથી ટેકેદારોએ પંથકમાં બેઠકો શરૂ કરી જગદીશજીને જીતાડવા મથામણ આદરી છે. આ તરફ ભાજપ દમદાર ઉમેદવાર શોધી રહી છે. જોકે મળતી માહિતી મુજબ જુગલ ઠાકોર અને નટુજી ઠાકોર કરતા દિલીપ ઠાકોર મજબૂત ચહેરો બને તેવી ચર્ચા ચાલી છે.

આવી સ્થિતિમાં પાટણમાં જગદીશ ઠાકોર વિરુદ્ધ દિલીપ ઠાકોરનો ચુંટણી જંગ જામવાની સૌથી વધુ સંભાવના બની છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં પાટીદાર અને ઠાકોર આંદોલનની સૌથી વધુ અસર વચ્ચે દિલીપ ઠાકોરે જીત મેળવી હતી. આથી ભાજપ પોતાના વિરોધી ઉમેદવારને આકરી ટક્કર આપવા મંથનમાં લાગી છે.