પાટણઃ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કારકિર્દી આયોજન સપ્તાહની ઉજવણી કરાશે

અટલ સમાચાર, પાટણ જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત જિલ્લાની માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કારકિર્દી આયોજન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. આગામી 16 સપ્ટેમ્બરથી શરૂ થનાર કારકિર્દી આયોજન સપ્તાહ દરમિયાન શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. વિદ્યાર્થીઓને તેમની ભાવિ કારકિર્દી અંગે માર્ગદર્શન મળી રહે તે માટે આગામી 16 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર દરમિયાન
 
પાટણઃ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કારકિર્દી આયોજન સપ્તાહની ઉજવણી કરાશે

અટલ સમાચાર, પાટણ

જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત જિલ્લાની માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કારકિર્દી આયોજન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. આગામી 16 સપ્ટેમ્બરથી શરૂ થનાર કારકિર્દી આયોજન સપ્તાહ દરમિયાન શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.

વિદ્યાર્થીઓને તેમની ભાવિ કારકિર્દી અંગે માર્ગદર્શન મળી રહે તે માટે આગામી 16 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર દરમિયાન જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કારકિર્દી આયોજન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. જેમાં ક્વિઝ સ્પર્ધા, કારકિર્દી વાર્તાલાપ, વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વાલી સંમેલન, ફિલ્મ શો, પ્રદર્શન, ચર્ચા સભા, ચિત્ર સ્પર્ધા, પ્રશ્નોત્તરી કાર્યક્રમ જેવી વિવિધ પ્રવૃતિઓ મારફતે વિદ્યાર્થીઓને તેમની ભાવિ કારકિર્દી અંગે માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવશે.

પાટણ જીલ્લામાં ’’કારકિર્દી આયોજન સપ્તાહ’’ ની ઉજવણીની શરૂઆત ચાણસ્મા તાલુકાના ધિણોજ સ્થિત એન.એચ. સાર્વજનિક વિદ્યામંદિર ખાતેતા.16/૦9/2019ના રોજ સવારે 11.૦૦ કલાકે, કરવામાં આવશે. તેમજ પાટણના બી.ડી.સાર્વજનિક વિદ્યાલય ખાતેતા.21/9/2019ના રોજ સવારે10.૦૦ કલાકે સમાપન સમારોહ યોજાશે. પાટણ જીલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને આ સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓના ભાવી કારકિર્દીના ઘડતરમાં ઉપયોગી થાય તે માટે ઉપર જણાવેલ વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવા જણાવવામાં આવે છે.