આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બાબુભાઈને બુધવારે ફરજીયાત રજા પર ઉતારી દેતાં ખળભળાટ મચી ગયો છે. ભ્રષ્ટાચારને લઈ આક્ષેપ અને રજૂઆતો બાદ કાર્યવાહી થતાં મામલો ગરમાયો છે.

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. બાબુ પ્રજાપતિ પર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો હતો. ભ્રષ્ટાચારના આરોપ બાદ આક્રમક પગલાં ભરવામાં આવતા શિક્ષણ આલમમાં ચકચાર મચી ગઇ છે.

સુત્રોએ જણાવ્યું હતું કે, VC બાબુ પ્રજાપતિએ હોદ્દાનો દુરુપયોગ કરી કેટલીક ગેરરીતિઓ સાથે ભ્રષ્ટાચાર આચર્યાની ફરિયાદ લોકાયુક્તમાં થયા બાદ રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

સમગ્ર મામલે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના કુલપતિને હાલ રજા પર ઉતારી દેવાયા છે. જ્યારે ભષ્ટ્રાચાર મામલે લોકાયુક્ત દ્વારા તપાસ બાદ કસૂરવારો સામે કાર્યવાહી તેજ બનશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code