Patan
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

ચોરીની મોંઘી ગાડીઓ ખબર હોવા છતાં ખરીદી હશે તો ગુનો બનશે

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લા પોલીસતંત્ર દ્વારા આંતરરાજ્ય ગાડી ચોરી અને બનાવટી નોંધણીનું રેકેટ ઝડપાયા બાદ આરોપીઓ સાથે ખરીદનારાઓને પણ સંભવિત જોખમ છે. પોલીસના સૂત્રોએ જણાવ્યુ ંહતું કે આરોપીઓ પાસેથી ખરીદેલી ગાડીઓ ચોરીની હોવા સહિતની સમગ્ર વિગતો જાણવા છતાં સસ્તામાં ખરીદી હોવાની તપાસ શરૃ થશે.

જેમાં ચોરીની મોંઘીદાટ ગાડીઓના માલિકોની પૂછપરછ બાદ આવુ માલુમ પડશે તો ખરીદનારાઓને પરોક્ષ આરોપીઓ માની કાયદાના સકંજામાં લેવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. જેનાથી ખરીદનાર વિવિધ ક્ષેત્રોની પાર્ટીઓને નાણા ડૂબવા સાથે કાયદાની કલમોનો સામનો કરવાનો વારો આવ્યો છે.

ખરીદનારાઓ કોણ

સ્થાનીક સૂત્રોએ જણાવ્યું હતું કે રાજકીય, ધંધાર્થીઓ, વેપારીઓ અને નોકરીયાત વર્ગના લોકોએ જાણે અજાણે  સસ્તામાં મોંઘીદાટ ગાડીઓ ખરીદી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code