પાટણઃ લોકસભા ચૂંટણીને લઈ સભા-સરઘસબંધીનું ફરમાન

અટલ સમાચાર, પાટણ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.જી. પ્રજાપતિએ આગામી તારીખ 20,21/03/2019ના રોજ હોળી તેમજ ધુળેટીના તહેવારની ઉજવણી થનાર હોઇ તેમજ રાજકીય સંગઠનો, સંસ્થાઓ, વ્યક્તિ સમુહો દ્વારા તથા સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો થતા હોઇ આ કાર્યક્રમો દરમ્યાન સરકારશ્રી વિરૂધ્ધમાં આક્ષેપો/પ્રતિઆક્ષેપો કરી આંદોલાત્મક કાર્યક્રમો/સરઘસ કાઢી/ધરણાં કરી/ભુખ હડતાલ કરી/રેલી કાઢી/આવેદનપત્ર આપવાથી પાટણ જિલ્લાની સુલેહશાંતિનો ભંગ ન થાય તેમજ
 
પાટણઃ લોકસભા ચૂંટણીને લઈ સભા-સરઘસબંધીનું ફરમાન

અટલ સમાચાર, પાટણ

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.જી. પ્રજાપતિએ આગામી તારીખ 20,21/03/2019ના રોજ હોળી તેમજ ધુળેટીના તહેવારની ઉજવણી થનાર હોઇ તેમજ રાજકીય સંગઠનો, સંસ્થાઓ, વ્યક્તિ સમુહો દ્વારા તથા સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો થતા હોઇ આ કાર્યક્રમો દરમ્યાન સરકારશ્રી વિરૂધ્ધમાં આક્ષેપો/પ્રતિઆક્ષેપો કરી આંદોલાત્મક કાર્યક્રમો/સરઘસ કાઢી/ધરણાં કરી/ભુખ હડતાલ કરી/રેલી કાઢી/આવેદનપત્ર આપવાથી પાટણ જિલ્લાની સુલેહશાંતિનો ભંગ ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે સારૂ સાવચેતીના પગલાં તરીકે સભા-સરઘસબંધી ફરમાવી છે.

ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની (સને. 1951ના ૨૨) ની કલમ-37 (3) મુજબ પાટણ જિલ્લાના તમામ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં તા.08/03/2019 ના ૦૦-૦૦ કલાકથી તા.22/03/2019 ના 24-00 કલાક સુધી કોઇપણ સરઘસ કે 4 કરતાં વધુ વ્યક્તિઓની મંડળી માટે સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ધરણા, ભુખ, હડતાલ, રેલી કાઢવા કે રેલીના સ્વરૂપે આવી આવેદનપત્ર આપવા મનાઇ ફરમાવી છે. તેમજ પાટણ જિલ્લાના વિવિધ સંગઠનો/સંસ્થાઓ, ખાનગી વ્યક્તિઓ કે વ્યક્તિ સમુહો તથા કર્મચારીઓ માટે ધરણા તથા ભુખ હડતાલ પર બેસવા માટે મનાઇ ફરમાવવામાં આવે છે.

આ આદેશ ફરજ ઉપર હોય તેવી વ્યક્તિઓને, કોઇ લગ્નના વરઘોડાને, કોઇ સ્મશાન યાત્રાને, સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવેલ સમારંભ કે સરઘસને, ચૂંટણીની કાયદેસરની પ્રક્રિયાને લાગુ પડશે નહીં. જેના ચુસ્ત અમલ તાકીદે કરાઇ છે.