આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ

પાટણ શહેરમાં તાજેતરમાં બનેલા તમામ નવિન રોડના કામમાં મોટાપાયે કમિશન લેવાયા હોવાના આક્ષેપ થયા છે. પાટણ પાલિકાના કોંગી નગરસેવક લાલેશ ઠકકરે સત્તાધીશો સામે ભ્રષ્ટાચારી વહીવટનો આક્ષેપ કરી શહેરીજનો પરેશાન થઇ રહયા હોવાનું જણાવ્યુ છે. મોટાભાગના માર્ગો માત્ર અડધા ઇંચ વરસાદમાં જ પાણી-પાણી થઇ ગયા છે. આથી નવિન માર્ગોની ડીઝાઇન સામે પણ સવાલો ઉભા થયા છે.

પાટણ પાલિકા વિસ્તારના મેઇન બજારનો રોડ, ત્રણ દરવાજા અને બગવાડા દરવાજા સહિતના માર્ગો લાખોના ખર્ચથી બનાવાયા છે. માર્ગની ડીઝાઇનમાં ચેડા થયા હોઇ કોઇ લેવલ ન હોવાના કારણે પાણી ભરાઇ રહે છે. જેની સામે નગરપાલિકા પ્રમુખ સહિતના સત્તાધીશોને માત્ર કમિશન ઉઘરાવવા સિવાય કોઇ વાતમાં રસ જ ન હોવાનો ગંભીર આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે. કમિશન ખાવાની લ્હાયમાં પાટણની પ્રજા હેરાન-પરેશાન થઇ રહી હોવાનો આક્ષેપ લાલેશ ઠકકરે કર્યો છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code