અટલ સમાચાર, પાટણ
પાટણ કોંગ્રેસ દ્વારા શહેરના બજારમાં મુખ્યમંત્રીના રાજીનામા મુદ્દે કાર્યક્રમમાં આપી તંત્રને આવેદન પણ રજૂ કર્યું છે. જેમાં તાજેતરમાં સી.એમ. રૃપાણીએ ભ્રષ્ટાચારને લઈ આપેલ નિવેદનનો આધાર લઈ રાજીનામું માંગવામાં આવ્યું હતું. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠક્કર સહિતનાે મુખ્યમંત્રી રૃપાણીને આડે હાથ લઈ આકરા પ્રહાર કર્યા હતા.
લાલેશ ઠક્કરે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીનુ કામ ભ્રષ્ટાચાર રોકવાનું હોવું જોઈએ. જોકે રૃપાણી સરકાર રોકવાને બદલે ભ્રષ્ટાચાર વધ્યાનું સ્વીકારી એનલાન કરી રહ્યા છે.