પાટણ: કોંગ્રેસી બળવાખોરો સામે પક્ષાંતર ધારો નબળો ?, ભાજપની ચાલ ?

ગિરીશ જોશી, મહેસાણા પાટણ પાલિકા અને જિલ્લા પંચાયતના કોંગી સભ્યોએ અગાઉ બળવો કરી પ્રમુખની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. જેના વિરુદ્ધમાં કોંગ્રેસે પક્ષાંતર ધારા હેઠળ સચિવની કોર્ટમાં રજૂઆત કરી હતી. છ મહિનામાં આવતો નિર્ણય હજુ અધ્ધરતાલ છે. સમગ્ર બાબતે રાજકીય લાભમાં ભાજપની ચાલ હોવાનાં આક્ષેપ થયા છે. પાટણ જિલ્લા પંચાયત અને પાટણ નગરપાલિકામાં પ્રમુખની ચૂંટણીમાં સત્તાધીન
 
પાટણ: કોંગ્રેસી બળવાખોરો સામે પક્ષાંતર ધારો નબળો ?, ભાજપની ચાલ ?

ગિરીશ જોશી, મહેસાણા

પાટણ પાલિકા અને જિલ્લા પંચાયતના કોંગી સભ્યોએ અગાઉ બળવો કરી પ્રમુખની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. જેના વિરુદ્ધમાં કોંગ્રેસે પક્ષાંતર ધારા હેઠળ સચિવની કોર્ટમાં રજૂઆત કરી હતી. છ મહિનામાં આવતો નિર્ણય હજુ અધ્ધરતાલ છે. સમગ્ર બાબતે રાજકીય લાભમાં ભાજપની ચાલ હોવાનાં આક્ષેપ થયા છે.

પાટણ જિલ્લા પંચાયત અને પાટણ નગરપાલિકામાં પ્રમુખની ચૂંટણીમાં સત્તાધીન કોંગ્રેસી સભ્યોએ પોતાની જ પાર્ટી સામે બળવો કર્યો હતો. ભાજપના સભ્યો સાથે મળી સત્તા પલટો કરાવતાં કોંગ્રેસે ગાંધીનગર પક્ષાંતર ધારા હેઠળ ફરિયાદ કરી હતી. આ સાથે હાઈકોર્ટમાં પણ રજૂઆત કરી હતી. જેમાં હાઈકોર્ટે છ મહિનામાં નિર્ણય કરવા આદેશ કર્યો હતો.

જોકે ગત લોકસભા ચૂંટણીમાં લાભાલાભ માટે ભાજપે નિર્ણયમાં વિલંબ કરાવવા દબાણ લાવ્યાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. જોકે આ દરમિયાન કોંગી બળવાખોરો ભાજપમાં જોડાઈ જતાં કોંગ્રેસ ફરી એકવાર આક્રમક બની છે. ઉલ્લેખનીય છે કે, પક્ષાંતર ધારાની જોગવાઈ મુજબ કેસનો ચુકાદો છ મહિનામાં કરી દેવાની જોગવાઈ છતાં નિર્ણય અધ્ધરતાલ રહ્યો છે.

આ તરફ કલોલ પાલિકાના ભાજપના બળવાખોરો સામે તાત્કાલિક પક્ષાંતર ધારાનો ફેંસલો આવતા સસ્પેન્ડ કરાયા છે. જોકે પાટણમાં કોંગ્રેસી સભ્યો સામે નિર્ણય સાત મહિનાથી પણ વધુ સમયથી અધ્ધરતાલ રહેતાં મામલો રાજકીય બની ગયો છે. આવી સ્થિતિમાં ભાજપ, રાજ્ય સરકાર અને કાયદાની અમલવારી સામે સવાલો ઉભા થયા છે.