અટલ સમાચાર, પાટણ
ડાંગમાં થયેલ કમનસીબ અકસ્માતમાં ગુજરાતના અનેક માસુમ ભૂલકાઓના મોત થયા છે. બાળકો ભગવાનનું સ્વરૂપ છે.આથી તેમની આત્માને શાંતિ મળે તે માટે પાટણ કોંગ્રેસ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી.
રવિવારે 3.15 વાગે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો ઉપસ્થિત રહીને બાળકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.