ખળભળાટ@પાટણ: વરાણા ગામે કોરોના વિસ્ફોટ, 17 કેસ થતાં લોકડાઉનની નોબત

અટલ સમાચાર, પાટણ પાટણ જિલ્લાના વરાણા ગામે કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે. માત્ર 48 કલાકમાં કુલ 17 કેસ આવતાં ફફડાટ વ્યાપી ગયો છે. આથી ભારે દોડધામની વચ્ચે ખોડિયાર માતા મંદિર બંધ રાખી સ્વયંભૂ લોકડાઉનની નોબત આવી છે. તો વળી આજે જિલ્લામાં કુલ 34 કેસ આવતાં આરોગ્યની સ્થિતિ ચિંતાજનક બનતી જાય છે. છેલ્લા કેટલાક દિવસોમાં
 
ખળભળાટ@પાટણ: વરાણા ગામે કોરોના વિસ્ફોટ, 17 કેસ થતાં લોકડાઉનની નોબત

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લાના વરાણા ગામે કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે. માત્ર 48 કલાકમાં કુલ 17 કેસ આવતાં ફફડાટ વ્યાપી ગયો છે. આથી ભારે દોડધામની વચ્ચે ખોડિયાર માતા મંદિર બંધ રાખી સ્વયંભૂ લોકડાઉનની નોબત આવી છે. તો વળી આજે જિલ્લામાં કુલ 34 કેસ આવતાં આરોગ્યની સ્થિતિ ચિંતાજનક બનતી જાય છે. છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના વિસ્ફોટ વધતો હોઇ ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. આ દરમ્યાન કેસોનો રાફડો ફાટતાં સ્થાનિકો હવે સ્વયંભુ લોકડાઉન કરી રહ્યા છે. જેમાં પાટણ જિલ્લામાં રોજેરોજ કોરોના કેસો મોટી સંખ્યામાં આવતાં દોડધામ મચી છે. સમી તાલુકાના વરાણા ગામમાં ગઈકાલે 8 અને આજે 9 કેસ આવતાં ગામલોકો ફફડાટ વચ્ચે આવી ગયા છે. 48 કલાકમાં 17 કેસ આવતાં આગેવાનોએ મંદિર અને બજારો બંધ કરવા નિર્ણય કર્યો છે. વરાણા ગ્રામ પંચાયતે દુકાનદારોને વેપાર બંધ કરવા જણાવી સંક્રમણ અટકાવવા ખાસ તાકીદ કરી છે. જેમાં સવારે 2 અને સાંજે 2 કલાક દુકાનો ખુલ્લી રાખવા સુચના આપી છે. આ સાથે આગામી 9 ઓક્ટોબર સુધી સ્વયંભૂ લોકડાઉનની રાખવા કવાયત હાથ ધરી છે.

ખળભળાટ@પાટણ: વરાણા ગામે કોરોના વિસ્ફોટ, 17 કેસ થતાં લોકડાઉનની નોબત
જાહેરાત

ગામમાં એટલો ફફડાટ ફેલાયો છે કે, કોરોના ગાઈડલાઈનનું પાલન નહિ થાય તો કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે. આ તરફ કેસો વધતાં વેપારીઓએ પણ ગ્રામપંચાયતના નિર્ણયને આવકારી દુકાનો બંધ રાખવા સહમત થયા છે. વરાણા ગામે આજે 9 સહિત પાટણ જિલ્લામાં કુલ 34 સામે આવતાં અનેક વિસ્તાર પ્રતિબંધિત એરિયા સમાન કડક ગાઈડલાઈનની અમલવારી કરવા તરફ છે.