પાટણ શહેરમાં દબાણ હટાવ ઝુંબેશમાં આવેલી આક્રમકતા પાછળ બદલાની ભાવના

અટલ સમાચાર, પાટણઃ પાટણ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી દબાણ હટાવ ઝુંબેશમાં અચાનક સોમવારે તેજી જોવા મળી છે. દબાણ હટાવ કાર્યવાહીમાં મુખ્ય ભૂમિકામાં પાલિકાને બદલે પોલીસ હોવાનું સામે આવ્યું છે. પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે અગાઉ પોલીસને અરજી આપી હતી. જોકે મહત્વની વાત એ છે કે અગાઉના ઘર્ષણને કારણે બદલાની ભાવનાથી કાર્યવાહી તેજ બની છે.
 
પાટણ શહેરમાં દબાણ હટાવ ઝુંબેશમાં આવેલી આક્રમકતા પાછળ બદલાની ભાવના

અટલ સમાચાર, પાટણઃ

પાટણ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી દબાણ હટાવ ઝુંબેશમાં અચાનક સોમવારે તેજી જોવા મળી છે. દબાણ હટાવ કાર્યવાહીમાં મુખ્ય ભૂમિકામાં પાલિકાને બદલે પોલીસ હોવાનું સામે આવ્યું છે. પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે અગાઉ પોલીસને અરજી આપી હતી. જોકે મહત્વની વાત એ છે કે અગાઉના ઘર્ષણને કારણે બદલાની ભાવનાથી કાર્યવાહી તેજ બની છે.

પાટણ નગરપાલિકા પોતાના હદ વિસ્તારના અંદર પાકા બાંધકામો તોડવાનું કામ કેટલાક દિવસોથી સમયાંતરે કરી રહી છે. આ દરમિયાન ટ્રાફીકને અડચણરૃપ દબાણોને લઈ પણ પોલીસને રજૂઆત કરેલી હતી. અગાઉના દબાણ હટાવ ઝુંબેશમાં પાલિકાના કર્મચારી સાથે દબાણકારે ઘર્ષણ  કર્યું હોવાનુ પાલિકા પ્રમુખ મહેન્દ્ર પટેલે જણાવ્યું છે. જ્યારે દબાણ હટાવ કમિટીના ચેરમેન ગોપાળસિંહે જણાવ્યું હતું કે, હોમગાર્ડ જવાનને શહેરના દબાણકારે લાફો ચોંડી દીધો હતો. આથી સોમવારે દબાણ હટાવમાં પોલીસ અચાનક પાલિકાના કેટલાક કર્મચારીઓને લઈ જઈ બજાર વિસ્તારોના દબાણ હટાવવા કામે લાગી છે. જેમાં પોલીસ અને પાલિકા એકથી વધુ ટ્રેક્ટર ભરીને દબાણકારોની ચીજવસ્તુઓ લઈ ગયા છે. નિયમોનુસાર થતી કાર્યવાહીમાં તેજી અને આક્રમકતા પાછળ અગાઉના ઘર્ષણને ધ્યાને લઈ બદલવાની ભાવના બહાર આવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે પાલિકા પ્રમુખ અને કમિટી ચેરમેન બંને પાસે કાર્યવાહીની સંપૂર્ણ વિગતોનો અભાવ જોવા મળ્યો છે.