પાટણઃ DDO પારેખે મુલાકાત લઈ તલાટીઓને કામ બાબતે ટકોર કરી

અટલ સમાચાર, પાટણ જીલ્લા વિકાસ અધિકારી ડી.કે પારેખે વિવિધ ગ્રામ પંચાયતોની મુલાકાત લઈ તલાટી દફતર નિરીક્ષણ કરી અને તેમાં રહેલી ક્ષતિઓ બાબતે તલાટીઓને ટકોર કરી હતી. તેઓએ ગ્રામ પંચાયતમાં રાખવાના થતાં રેકોર્ડ બાબતે માર્ગદર્શન આપી સમયસર દરેક વસ્તુ નોંધવામાં આવે તેના ઉપર ભાર મૂક્યો હતો. વધુમાં આકારણીનું કામ પણ સમયાંતરે કરવા સૂચન કર્યું હતું. તેમજ
 
પાટણઃ DDO પારેખે મુલાકાત લઈ તલાટીઓને કામ બાબતે ટકોર કરી

અટલ સમાચાર, પાટણ

જીલ્લા વિકાસ અધિકારી ડી.કે પારેખે વિવિધ ગ્રામ પંચાયતોની મુલાકાત લઈ તલાટી દફતર નિરીક્ષણ કરી અને તેમાં રહેલી ક્ષતિઓ બાબતે તલાટીઓને ટકોર કરી હતી. તેઓએ ગ્રામ પંચાયતમાં રાખવાના થતાં રેકોર્ડ બાબતે માર્ગદર્શન આપી સમયસર દરેક વસ્તુ નોંધવામાં આવે તેના ઉપર ભાર મૂક્યો હતો. વધુમાં આકારણીનું કામ પણ સમયાંતરે કરવા સૂચન કર્યું હતું. તેમજ વેરા વસુલાત બાબતે બાકી કામગીરી પૂર્ણ કરવા તલાટીઓને તાકીદ કરી હતી.

જિલ્લા વિકાસ અધિકારીએ પીએમ કિસાન યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા બાકી ખેડૂતોની સમીક્ષા હાથ ધરી અને આવા ખેડૂતોની ઓનલાઈન એન્ટ્રી તેમની રૂબરૂમાં જ કરાવી હતી અને વીસી તેમજ ગ્રામ સેવકને સૂચના આપી બાકી રહેલા તમામ ખેડૂતોને આવરી લેવા જણાવ્યું હતું. આ તબક્કે ગામલોકોની ભાગીદારી થકી સ્વચ્છતા અને સ્વૈચ્છિક શ્રમદાનનો કાર્યક્રમ રાખી અને સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. તેઓએ સરપંચને ગામના રસ્તાઓ સાફ રાખવા તેમજ રસ્તા ઉપર આવતું પાણી બંધ કરાવવા ટકોર કરી હતી. તેમજ નાણાપંચના કામોની સમીક્ષા હાથ ધરી હતી

આ તબક્કે નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.એસ.પટેલ, પાટણ તાલુકા વિકાસ અધિકારી એ.કે.સોલંકી, પંચાયત વિભાગના વિસ્તરણ અધિકારી ભરતભાઈ પટેલ, ગ્રામ સેવક રાજુભાઈ ગૌસ્વામી સહિત ગામના સરપંચ તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા હતા.