આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ

જિલ્લા પંચાયત પાટણ ખાતે રાષ્ટ્રીય ઈમ્યુનાઈઝેશન દિવસ 3-ફેર્બુઆરી-૨૦૧૯ પોલીયો રસીકરણ અંતર્ગત જિલ્લા ટાસ્કફોર્સની બેઠક જિલ્લા વિકાસ અધિકારી,પાટણ રાજેશ રાજયગુરુના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસરો, નગર પાલિકાના અધિકારી, પ્રાથમિક/માધ્યમિક શિક્ષણ શાખાના અધિકારી, પ્રાઈવેટ એન.જી.ઓ. વિગેરે વિવિધ વિભાગના અધિકારીઓ તથા આરોગ્ય શાખાના અધિકારી/ક્રમચારીઓ હાજર રહયા હતા.

જિલ્લા વિકાસ અધિકારીએ જણાવેલ કે, જિલ્લાના પાંચ વર્ષ સુધીના એકપણ બાળક પોલીયોની રસીથી વંચીત ન રહે તે માટે સઘન તકેદારી રાખવા જણાવ્યુ હતુ. આ સાથે બેઠકમાં હાજર તમામ તાલુકા લાઇઝન ઓફીસરો દ્વારા પણ તેમને સોંપેલ તાલુકામાં સઘન મોનીટરીંગ કરી, એકપણ બાળક રસીથી બાકી ન રહે તે બાબતે ખાત્રી કરવા જણાવાયુ હતુ. તેમજ જન સમુદાયમાં સદર કાર્યક્રમનો બહોળો પ્રસાર પ્રચાર આરોગ્ય શિક્ષણની જુદી જુદી પ્રવૃતિઓ જેવી કે માસ મીડીયા, પ્રિન્ટ મીડીયા, ઈલેક્ટ્રોનીક્સ મીડીયા, સોશીયલ મીડીયાનો સઘન ઉપયોગ કરવા જણાવ્યુ હતુ.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવેલ કે,૩-ફેબ્રુઆરી-ર૦૧૯ ના રોજ જિલ્લામાં કુલ-૮૯૬ બુથો, ૫૫ ટ્રાન્ઝિસ્ટ પોઇન્ટ (બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, પિકઅપ સ્ટેન્ટ, મેલાબજાર) તથા હાઈરીસ્ક વિસ્તાર જેવા કે ઇટોના ભઠ્ઠા, અગરીયા વિસ્તાર, છુટી છવાઇ સાઇડો, રોડની આજુ-બાજુના ૨૦૦ વિસ્તારમાં મોબાઇલ ટીમ દ્વારા કુલ-૧,૮૫,૨૪૪ જન્મથી પાંચ વર્ષ સુધીના બાળકોને પોલીયો રસી પીવડાવવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. રસીકરણના બુથ ઉપર પ્રથમ દિવસે જ ૯૦% કે તેથી વધુ બાળકોને આવરી લેવા અને પ્રથમ દિવસે બાકી રહેતા બાળકોને બીજા અને ત્રીજા દિવસે ઘરોની મુલાકાત લઇ જિલ્લામાં એકપણ બાળક પોલીયોની રસીથી વંચિત ન રહે તે બાબતે તમામ ને સુચના આપેલ. પ્રથમ દિવસે બુથ કવરેજમાં વધારો થાય. અને છુટા છવાયા વિસ્તારોમાં પણ એકપણ બાળક વંચિત ના રહીજાય તે બાબતે ખાસ કાળજી લેવા જણાવ્યુ હતુ.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code