આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

પાટણ શહેર આમ આદમી પાર્ટી દ્રારા ચીફ ઓફીસરને પત્ર લખી સોસાયટીમાં સફાઇ તેમજ સ્ટ્રીટલાઇટની વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યુ છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, શહેરના નવા સર્કિટ હાઉસથી જય અંબે સોસાયટી સુધી ઘણાં જ વળાંકો અને વાહનોની અવર-જવર વધુ રહે છે. આ સાથે સફાઇ અને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ન હોવાથી રાત્રિના સમયે મહિલાઓ અને બાળકોને સોસાયટી સુધી આવવુ જોખમરૂપ હોવાથી તાત્કાલિક અસરથી ઘટતી કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યુ છે.

 

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ શહેરના નવા સર્કિટ હાઉસથી જય અંબે સોસાયટી સુધી સ્ટ્રીટલાઇટની વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઇ પાટણ શહેર આમ આદમી પાર્ટી દ્રારા પાલિકાના ચીફ ઓફીસરને પત્ર લખી સ્ટ્રીટલાઇટ અને સ્વચ્છતા કરવા અંગે જાણ કરી છે. નોંધનિય છે કે, અગાઉ પણ સ્થાનિકો દ્રારા વારંવાર પાલિકાને આ બાબતે રજૂઆત કરેલ હોવા છતાં કોઇ પગલાં ભરવામાં આવ્યા નથી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code