આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

પાટણ નજીક ધારપુર મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે સાંસદ લીલાધર વાઘેલાના અધ્યક્ષસ્થાને બે દિવસ આરોગ્ય મેળાનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે. પાટણ જીલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સાંસદ લીલાધર વાધેલાએ જણાવ્યું હતું કે, ભારત સરકાર અને રાજય સરકારની આરોગ્ય માટેની અનેક યોજનાઓ અમલમાં છે. આથી આરોગ્ય મેળામાં દર્દીઓને સ્વાસ્થ્ય અંગે પુરેપુરી જાણકારી, માર્ગદર્શન, નિદાન અને મફત સેવાઓ આપવાની છે. આ માટે સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે. જુદા જુદા રોગોના નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓનું નિદાન, તપાસ, સારવાર, દવા તેમજ જરૂરી માર્ગદર્શન સ્થળ ઉપર ઉપલબ્ધ કરવામાં આવી રહયુ છે. આ પ્રસંગે જીલ્લા પંચાયતના પ્રમુખ વિનુભાઇએ જણાવ્યું હતું કે રાજય સરકારે આરોગ્ય વિભાગને પ્રથમ મહત્વ આપેલ છે. બાળક જન્મે ત્યારથી સરકાર બાળકના આરોગ્યની ચિંતા કરે છે.

આ સાથે આયુષ્યમાન ભારત અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને એવોર્ડ તથા પ્રશસ્થિપત્ર આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત ર્ડા.એમ.આર.જીવરાણીએ કર્યું હતું અને સનતભાઇ જોષીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.અલ્પેશ એસ.સાલ્વી, ધારપુર કોલેજના એમ.ડી. ર્ડા. ડી.એમ.પટેલ, ડીન ર્ડા.યોગેષભાઇ, નલીનીબેન માને, રમીલાબેન ચૌધરી, ર્ડા.આર.ટી.પટેલ સહિત તમામ ટી.એમ.ઓ., આશા બહેનો, આરોગ્ય કાર્યકરો તેમજ આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code