રાધનપુર તાલુકાના 28 લાખના કામો પાટણ જિલ્લા તંત્રએ રદ્દ કરતા કોંગી સદસ્યો ભડક્યા

અટલ સમાચાર, પાટણ જિલ્લા પંચાયત સદસ્યો દ્વારા વર્ષ 2018ના કામો આયોજનમાં સુચવવામાં આવ્યા હતા. જેમાં રાધનપુર તાલુકા આયોજન કમિટિના કોંગી સદસ્ય દ્વારા સૂચવેલા વિજળીકરણના કામો રદ્દ કરી દેવામાં આવતા મામલો ગરમાયો છે. પાટણ જિલ્લા પ્રભારી મંત્રી અને કલેક્ટરના આદેશને પગલે સરેરાશ 40થી વધુ ગામોના પરામાં છૂટાછવાયા રહેતા ગ્રામજનો માટે વિજળીકરણ કરવાનું અદ્ધરતાલ રહેતા જિલ્લા પંચાયત
 
રાધનપુર તાલુકાના 28 લાખના કામો પાટણ જિલ્લા તંત્રએ રદ્દ કરતા કોંગી સદસ્યો ભડક્યા

અટલ સમાચાર, પાટણ

જિલ્લા પંચાયત સદસ્યો દ્વારા વર્ષ 2018ના કામો આયોજનમાં સુચવવામાં આવ્યા હતા. જેમાં રાધનપુર તાલુકા આયોજન કમિટિના કોંગી સદસ્ય દ્વારા સૂચવેલા વિજળીકરણના કામો રદ્દ કરી દેવામાં આવતા મામલો ગરમાયો છે. પાટણ જિલ્લા પ્રભારી મંત્રી અને કલેક્ટરના આદેશને પગલે સરેરાશ 40થી વધુ ગામોના પરામાં છૂટાછવાયા રહેતા ગ્રામજનો માટે વિજળીકરણ કરવાનું અદ્ધરતાલ રહેતા જિલ્લા પંચાયત સદસ્ય લાલઘૂમ થયા છે.

‘‘અચાનક કામો રદ્દ કેમ કર્યા?’’ આ અંગે જિલ્લા પંચાયત સદસ્ય જગદીશભાઈએ જણાવ્યુ ંહતું કે અગાઉના વર્ષોમાં પરા વિસ્તાર માટે વિજળીકરણના કામોની મંજૂરી અપાયેલી છે. તો ચાલુ વર્ષે સૂચવેલા કામો અચાનક કેમ રદ્દ કરી દેવામાં આવ્યા? સમગ્ર બાબતે ટૂંક સમયમાં રજૂઆત કરી રણનીતિ ઘડી સૂચવેલા ગામો માટે વિજળીકરણ કરાવીશું.

પાટણ જિલ્લા પંચાયતની મેમદાવાદ બેઠકના સદસ્ય જગદીશભાઈ રાઠોડે રાધનપુર તાલુકા પંચાયતની આયોજન કમિટીમાં પોતાના મતવિસ્તાર હેઠળના 20 અને અન્ય 21 સહિત કુલ 41 ગામોના પરામાં વિજળીકરણ કરાવવા દરખાસ્ત કરી હતી. વર્ષ 2018-19ના આયોજનમાં લેવાતા કામોની મંજૂરી માટે જિલ્લા આયોજન કમિટિની તાજેતરમાં બેઠક મળી હતી. જેમાં પ્રભારીમંત્રી વાસણભાઈ આહિર અને જિલ્લા કલેક્ટર દ્વારા રિવ્યૂ કરી 28 લાખના વિજળીકરણના કામો નામંજૂર કરી દીધા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રાધનપુર તાલુકા પંચાયતના આયોજનમાં સૂચિત કામો વર્ષના અંતે માંડ આગળ વધ્યા ત્યાં કેટલાક કારણોસર રાજકીય સહિતના કેટલાક કારણોસર કોંગ્રેસી સદસ્યના કામો રદ્દ કરી દેતા રાજકીય ચહલપહલ તેજ બની છે.