અટલ સમાચાર, મહેસાણા
પાટણ જિલ્લા વહિવટીતંત્રને જાણે સમયની અનુકૂળતા મળી હોય તેમ છેલ્લા કેટલાક મહિનાઓથી મુદત પૂર્ણવાળા પરવાનેદાર સામે કાર્યવાહી આદરી છે. સ્વરક્ષણ માટે હથિયાર મેળવ્યા બાદ સમયાનુસાર રિન્યુ કરવામાં આવ્યું નથી. આથી મુદત પૂર્ણ થઈ ગયેલા 50 હથિયારધારકોના લાયસન્સ રદ્દ કરવા મથામણ શરુ થઈ છે.
પાટણ શહેર અને તાલુકાઓમાં સરેરાશ 350થી વધુ આગેવાનોએ સ્વરક્ષણ માટે હથિયાર મેળવેલું છે. આ પૈકી મોટાભાગના પરવાનેદારોએ હથિયાર રિન્યૂ કરવાની તારીખ પૂર્ણ છતાં રિન્યુ કરાવ્યું નથી. જે અંગે ફાઈલો શોધી-શોધીને જિલ્લાતંત્રએ પરવાનો રદ્દ કરવાના ઓર્ડર શરુ કર્યા છે. રદ્દપાત્ર પૈકી મોટાભાગના પાટણ શહેરના રાજકીય-ધંધાર્થી અને ર્ડાક્ટર આલમના છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્વરક્ષણ માટેના મોટાભાગના પરવાનાની મુદત પૂર્ણ થઈ ગઈ છે. તેવી જ રીતે પ્રાન્ત કચેરીઓમાં પણ પાક રક્ષણના લાઈસન્સની મુદત પૂર્ણ થઈ તો કેટલાકની પૂર્ણ થવાની નજીક છે. આથી આગામી દિવસોએ પાક રક્ષણ માટે હથિયાર ધરાવતા ખેડૂત આગેવાનોના લાઈસન્સ રદ્દ થઈ શકે છે.
Ae Kaya Kaya hata?