આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લા ભાજપના પ્રમુખ મોહનભાઇ પટેલ છેલ્લા કેટલાક દિવસોથી નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યા છે. બરાબર લોકસભા ચૂંટણી અગાઉ નાણાંનો પ્રશ્ન સામે આવતા ચિંતાનો વિષય બન્યો છે. પાર્ટીના કાર્યક્રમોમાં ક્યારેય વ્યક્તિગત ખર્ચને પગલે રોકડની તંગી બની હોવાનું મનાય છે.

પાટણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલ જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઇ પટેલ અગમ્ય કારણોસર નાણાકીય ભીડમાં આવી ગયા છે. ગત વિધાનસભા ચૂંટણીથી લઇ સતત પાર્ટીનો જનાધાર વધારવા કાર્યક્રમો અને મંત્રણાઓમાં ભાગદોડ વધી રહી છે. આ તમામ ગતિવિધિમાં પાર્ટી ફંડ સિવાય વ્યક્તિગત ખર્ચ પણ આવી રહ્યો છે. જેનાથી તબક્કાવાર ગાંઠનું ગોપીચંદન કરતા કરતા નાણાકીય કટોકટી સર્જાઈ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code