પાટણઃ છેવાડાના ગામોમાં પાણી સમસ્યાની જાત તપાસ કરતા જિલ્લા કલેક્ટર

સરહદી વિસ્તારોમાં 80 કરોડના ખર્ચે નંખાયેલ પાઈપલાઈનનું કામ ત્વરીત પૂર્ણ થશે અટલ સમાચાર, પાટણ પાટણ જિલ્લો સરહદી જિલ્લા તરીકે ઓળખાય છે. જ્યાં ગયા વર્ષે નહિવત્ વરસાદ થતાં અછતની પરિસ્થિતીનું નિર્માણ થયું છે. રાજ્ય સરકારે પાટણ જિલ્લાના 8 તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કરેલ છે. અછતગ્રસ્ત વિસ્તારોના ગ્રામજનોને પીવાના પાણી તેમજ પશુઓ માટે પીવાના પાણી અને ઘાસચારો ઉપલબ્ધ
 
પાટણઃ છેવાડાના ગામોમાં પાણી સમસ્યાની જાત તપાસ કરતા જિલ્લા કલેક્ટર

સરહદી વિસ્તારોમાં 80 કરોડના ખર્ચે નંખાયેલ પાઈપલાઈનનું કામ ત્વરીત પૂર્ણ થશે

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લો સરહદી જિલ્લા તરીકે ઓળખાય છે. જ્યાં ગયા વર્ષે નહિવત્ વરસાદ થતાં અછતની પરિસ્થિતીનું નિર્માણ થયું છે. રાજ્ય સરકારે પાટણ જિલ્લાના 8 તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કરેલ છે. અછતગ્રસ્ત વિસ્તારોના ગ્રામજનોને પીવાના પાણી તેમજ પશુઓ માટે પીવાના પાણી અને ઘાસચારો ઉપલબ્ધ બને તે માટે અનેકવિધ પગલા લીધા છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર આનંદ પટેલે કાળઝાળ ગરમીની ચિંતા કર્યા વગર ભરબપોરે સાંતલપુર તાલુકાના સરહદી વિસ્તારના છેવાડાના જાખોત્રા, એવાલ જેવા ગામોની મુલાકાત લીધી હતી. ગ્રામજનો સાથે બેઠક યોજી કલેક્ટરે પીવાના પાણીની પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો તથા ગામના અન્ય પ્રશ્નો પણ સાંભળ્યા હતા.

પાટણઃ છેવાડાના ગામોમાં પાણી સમસ્યાની જાત તપાસ કરતા જિલ્લા કલેક્ટર

ગ્રામજનો તથા તેમના પશુઓને વધુ પ્રમાણમાં અને સમયસર પાણી ઉપલબ્ધ બને તે પ્રકારનું આયોજન કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. તો ગામના પશુઓ માટે ઘાસચારો ઉપલબ્ધ બને તે માટે ઘાસડેપો શરૂ કરવા સુચના આપી હતી. સાથે સાથે એવાલ ગામે આવેલા બી.એસ.એફ કેમ્પની રૂબરૂ મુલાકાત લઈ બી.એસ.એફના જવાનો સાથે પીવાના પાણીની ઉપલબ્ધતા અંગે ચર્ચા કરી હતી.

સરહદી વિસ્તારના ગામોને પીવાના પાણીની પરિસ્થિતીનો કાયમી ઉકેલ લાવવા તંત્ર દ્વારા 80 કરોડના ખર્ચે 600 એમ.એમ. ડાયા.ની ડી.આઈ. પાઈપલાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીનું નિરિક્ષણ કરતાં કલેક્ટરશ્રીએ રાત-દિવસ કામ કરી ટૂંકા ગાળામાં આ કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને જણાવ્યું હતુ. વહિવટી પ્રશ્ને આ કામગીરી આઈ.ઓ.સી દ્વારા અટકી હોવાનું માલુમ થતાં આઈ.ઓ.સી ના અધિકારીઓ સાથે બેઠક કરી 24 કલાકમાં મંજૂરી આપવા પણ જણાવ્યું હતુ. આ પાઈપલાઈનની કામગીરી પૂર્ણ થયેથી સરહદી વિસ્તારના ગામોને પુરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ બનશે અને પાણીની સમસ્યાનું નિરાકરણ આવશે તેમ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતુ. તો એવાલ ગામે ભવિષ્યમાં પાણીની અછતનો સામનો ન કરવો પડે તથા ગ્રામજનોને રોજગારી મળી રહે તે માટે મનરેગા યોજના હેઠળ ગામનું તળાવ ઉંડુ કરવાની તથા રણ તરફ વહી જતા વધારાના વરસાદી પાણીના સંગ્રહ માટે એક ચેકડેમ બનાવવાની તાત્કાલીક મંજૂરી આપી કામ શરૂ કરાવવા તંત્રને સુચના આપી હતી.

કચ્છની જીવાદોરી સમાન કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી ગેરકાયદેસરના ભુતિયા કનેક્શનો દ્વારા પાણી ચોરીની ઉઠેલી ફરિયાદો મળતાં કલેક્ટરશ્રીએ રૂબરૂ નિરિક્ષણ કરી ભુતિયા કનેક્શનો યુધ્ધના ધોરણે દૂર કરી પાણી ચોરી અટકાવવા અધિકારીઓને સુચના આપી હતી. આ ઉપરાંત ખાનગી ટેન્કરો દ્વારા પાણી ચોરી અટકાવવા માટે પણ જણાવ્યું હતુ. આ મુલાકાતમાં રાધનપુર-સાંતલપુરના પ્રાંત અધિકારી એસ.ડી.ગીલવા, પાણી પુરવઠા વિભાગના ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર બી.જી. ભાવસાર, નર્મદા નિગમના અધિકારીઓ, મામલતદાર તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.