પાટણ જિલ્લા પંચાયત: આરોગ્ય માટે એજન્સીએ ભ્રામક જાહેરાત આપ્યાના આક્ષેપ

અટલ સમાચાર, દિવ્યાંગ જોષી પાટણ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા માટે રવિવારે ન્યુઝ પેપરમાં જાહેરાત આવી હતી. મપહેવની ભરતી માટે જાહેરાત આવી હતી. રવિવારે જ ડોક્યુમેન્ટ જમા કરાવવા કહેવાયુ હતું. રવિવારે કચેરી બંધ હોવાથી આપી શકાયા ન હતા. સોમવારે ડોક્યુમેન્ટ આપવા ગયા તો તંત્રએ સ્વીકાર્યુ ન હોવાથી ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો.રાજદીપ એન્ટર પ્રાઇઝ નામની એજન્સી દ્વારા
 
પાટણ જિલ્લા પંચાયત: આરોગ્ય માટે એજન્સીએ ભ્રામક જાહેરાત આપ્યાના આક્ષેપ

અટલ સમાચાર, દિવ્યાંગ જોષી

પાટણ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા માટે રવિવારે ન્યુઝ પેપરમાં જાહેરાત આવી હતી. મપહેવની ભરતી માટે જાહેરાત આવી હતી. રવિવારે જ ડોક્યુમેન્ટ જમા કરાવવા કહેવાયુ હતું. રવિવારે કચેરી બંધ હોવાથી આપી શકાયા ન હતા. સોમવારે ડોક્યુમેન્ટ આપવા ગયા તો તંત્રએ સ્વીકાર્યુ ન હોવાથી ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો.રાજદીપ એન્ટર પ્રાઇઝ નામની એજન્સી દ્વારા જાહેરાત આપવામાં આવી હતી. એજન્સીની મનમાનીને કારણે આક્રોશ પ્રસર્યો હતો.

પાટણ જિલ્લા પંચાયત: આરોગ્ય માટે એજન્સીએ ભ્રામક જાહેરાત આપ્યાના આક્ષેપ

પ્રાપ્ત વિગતો મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જીલ્લા પંચાયત પાટણના પત્ર આધારે રાજદીપ એન્ટરપ્રાઇઝ ગાંધીનગરે તા.9-2-19ના દૈનિક પેપરમાં અરજદાર વાંચી ન શકે તેવી નાનકડી જાહેરાત આપી હતી અને આજ દિવસે અરજદારોને સ્વ હસ્તાક્ષરે અરજી લખી હાજર રહેવાનું હતું.ઇન્ટરવ્યુપણ પાટણને બદલે ગાંધીનગર ગોઠવાયા હતા. જેમા ગયેલા કેટલાક ઉમેદવારોના સર્ટીફિકેટની તપાસ કરાઇ ન હતી. તો બીજી તરફ સોમવારે 55 ટકા ધરાવતા નોકરી ઇચ્છુકોને એમપીએચડબલ્યુના નિમણુંક પત્રો અપાયા હતા પરંતુ 70થી 82 ટકા ધરાવતા ઉમેદવારોને નોકરીથી કયા કારણે વંચીત રખાયા હતા તેને લઇને અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા.
સોમવારે ઉમેદવારોએ હોબાળો મચાવી અને ભરતીમાં ગેરરિતી થયાના આક્ષેપો કર્યા હતા. અને જેમને નિમણુંક પત્રો આપ્યા છે તે રદ કરી અને મેરીટ સાથેનું લીસ્ટ બહાર પાડવા બાકી ઉમેદવારોએ માંગ કરી હતી.