પાટણ જિલ્લા પંચાયતનું બજેટ નામંજૂર, પ્રમુખે આવજો કહી દીધું

અટલ સમાચાર, પાટણ પાટણ જિલ્લા પંચાયતની બુધવારે મળેલી સામાન્ય સભામાં સમિતિઓની ગત બેઠકની કાર્યવાહી બહાલી આપવા સાથે બજેટને લઈ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં બજેટ મંજૂર કરવા મતદાન કરતાં તરફેણમાં 12 જ્યારે વિરૂદ્ધમાં 15 મત પડ્યા હતા. ભારે ગરમાગરમી વચ્ચે બજેટ નામંજૂર થતાં ખળભળાટ મચી ગયો છે. બેઠકને અંતે પ્રમુખે રાજકીય રીતે આવજો કહી દીધું
 
પાટણ જિલ્લા પંચાયતનું બજેટ નામંજૂર, પ્રમુખે આવજો કહી દીધું

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લા પંચાયતની બુધવારે મળેલી સામાન્ય સભામાં સમિતિઓની ગત બેઠકની કાર્યવાહી બહાલી આપવા સાથે બજેટને લઈ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં બજેટ મંજૂર કરવા મતદાન કરતાં તરફેણમાં 12 જ્યારે વિરૂદ્ધમાં 15 મત પડ્યા હતા. ભારે ગરમાગરમી વચ્ચે બજેટ નામંજૂર થતાં ખળભળાટ મચી ગયો છે. બેઠકને અંતે પ્રમુખે રાજકીય રીતે આવજો કહી દીધું હતું.

પાટણ જિલ્લા પંચાયતમાં ભાજપ અને બળવાખોર કોંગ્રેસી સભ્યોની સંયુક્ત યુતી વચ્ચે ચાલતી બાગડોર છતાં બજેટ મંજૂર થઈ શક્યું નથી. સભાની શરૂઆતમાં સદસ્ય પ્રવિણભાઈએ બહાલી અને મંજૂરી સહિતના શબ્દોની ગુંચવણ સ્પષ્ટ કરવા પડકાર આપ્યો હતો. આ દરમિયાન આક્ષેપોના મારા અને સવાલોની ઝડી વચ્ચે પ્રમુખની હાલત કફોડી બની હતી.

નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ બજેટ મંજુર કરવા પ્રક્રિયા હાથ ધરતાં કેટલીક નારાજગી વચ્ચે મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ચાર સદસ્યો ગેરહાજર હોવાથી 31 પૈકી તરફેણમાં 12 મત પડ્યા હતા. જ્યારે વિરુદ્ધમાં 15 સભ્યોની બહુમતી પુરવાર થતાં બજેટ નામંજુર કરવામાં આવ્યું હતું. બજેટ બેઠકને અંતે પ્રમુખે તમામ સદસ્યોને આવજો કહી દેતા રાજકીય ગરમાવો વધી ગયો છે.