આચાર સંહિતા વચ્ચે પાટણ જિલ્લા પંચાયતની ખાસ સભા બોલાવવા સભ્યોની રજૂઆત

અટલ સમાચાર, મહેસાણા પાટણ જિલ્લા પંચાયતનું બજેટ નામંજૂર થયા બાદ ફરીથી બેઠક બોલાવવા માગણી આવી છે. કોંગ્રેસના 16 સભ્યોએ ખાસ સાધારણ સભા બોલાવી સુધારેલું બજેટ પસાર કરાવવા સંદર્ભે ડીડીઓને રજૂઆત કરી છે. આચાર સંહિતા ચાલુ હોવાથી 31 માર્ચ સુધી મંજૂર થાય તેવી સંભાવના નહિવત્ છે. પાટણ જિલ્લા પંચાયત ચાલુ નાણાકીય વર્ષના અંત સુધી બજેટ પસાર
 
આચાર સંહિતા વચ્ચે પાટણ જિલ્લા પંચાયતની ખાસ સભા બોલાવવા સભ્યોની રજૂઆત

અટલ સમાચાર, મહેસાણા

પાટણ જિલ્લા પંચાયતનું બજેટ નામંજૂર થયા બાદ ફરીથી બેઠક બોલાવવા માગણી આવી છે. કોંગ્રેસના 16 સભ્યોએ ખાસ સાધારણ સભા બોલાવી સુધારેલું બજેટ પસાર કરાવવા સંદર્ભે ડીડીઓને રજૂઆત કરી છે. આચાર સંહિતા ચાલુ હોવાથી 31 માર્ચ સુધી મંજૂર થાય તેવી સંભાવના નહિવત્ છે.

પાટણ જિલ્લા પંચાયત ચાલુ નાણાકીય વર્ષના અંત સુધી બજેટ પસાર કરી શકે તેમ નથી. ગત બેઠકમાં મતદાનથી નામંજૂર કર્યા બાદ કોંગ્રેસના સભ્યોએ સુધારો કરી બજેટ પસાર કરાવવા કમર કસી છે. સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી ખાસ સાધારણ સભા બોલાવવા માંગણી કરી છે.

કોંગ્રેસી સભ્યોએ પંચાયત અધિનિયમનો આધાર લઈ પ્રમુખ બજેટ બેઠક બોલાવવા નિષ્ફળ જાય તો જોગવાઈ મુજબ ફરજમાં બેદરકારી મામલે સરકારમાં દરખાસ્ત કરવા પણ જણાવ્યું છે. આ તરફ બજેટ માટે લેખિત રજૂઆત કરતાં આદર્શ આચારસંહિતાનો પ્રશ્ન ઉભો થયાનું સામે આવ્યું છે.