પાટણ જિલ્લા પંચાયતના સદસ્ય અને ઇજનેર વચ્ચે ઘર્ષણ ચરમસીમાએ

અટલ સમાચાર, પાટણ પાટણ જિલ્લા પંચાયતના કોંગ્રેસી સદસ્ય અને નાયબ કાર્યપાલક ઇજનેર વચ્ચે નારાજગી અત્યંત વધી ગઈ છે. પંથકમાં બાંધકામ સંલગ્ન કામોને લઈ સદસ્ય અને ઇજનેર વચ્ચેનો વાર્તાલાપ તબક્કાવાર બગડી ગયો છે. આવી સ્થિતિમાં બંને વચ્ચેનો વિવાદ જિલ્લા પંચાયત બાદ પોલીસ સુધી પહોંચી ગયો છે. પાટણ જિલ્લા પંચાયતની મેમદાવાદ બેઠકના સદસ્ય જગદીશ રાઠોડ અને રાધનપુર-સાંતલપુરના
 
પાટણ જિલ્લા પંચાયતના સદસ્ય અને ઇજનેર વચ્ચે ઘર્ષણ ચરમસીમાએ

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લા પંચાયતના કોંગ્રેસી સદસ્ય અને નાયબ કાર્યપાલક ઇજનેર વચ્ચે નારાજગી અત્યંત વધી ગઈ છે. પંથકમાં બાંધકામ સંલગ્ન કામોને લઈ સદસ્ય અને ઇજનેર વચ્ચેનો વાર્તાલાપ તબક્કાવાર બગડી ગયો છે. આવી સ્થિતિમાં બંને વચ્ચેનો વિવાદ જિલ્લા પંચાયત બાદ પોલીસ સુધી પહોંચી ગયો છે.

પાટણ જિલ્લા પંચાયતની મેમદાવાદ બેઠકના સદસ્ય જગદીશ રાઠોડ અને રાધનપુર-સાંતલપુરના નાયબ કાર્યપાલક ઇજનેર વચ્ચે અવારનવાર બાંધકામો અંગે ચર્ચાઓ થતી હતી. કેટલાક કામો ને લઇ સદસ્ય અભિપ્રાયો અને સૂચનો સહિત સરપંચોની રજૂઆતો કરતા હતા. આ દરમિયાન છેલ્લા કેટલાક સમયને અંતે વાર્તાલાપ વણસી ગયો છે. ઈજનેર મળી શકતા ન હોવાથી સદસ્ય દ્વારા શોધ સરનામાની શોધ શરૂ કરવામાં આવી છે.

જગદીશ રાઠોડને પોલીસ ફરિયાદ દાખલ થવાની આશંકા જતાં વાતમાં વળાંક આવ્યો છે. રાઠોડે જિલ્લા પોલીસ વડાને પત્ર લખી નાયબ કાર્યપાલક ઇજનેર એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની વેતરણમાં હોવાની જાણ કરતા મામલો ગરમાયો છે. સમગ્ર બાબતે કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે બંને વચ્ચેની વ્યક્તિગત બાબત સિવાય કંઈ જ નથી.